નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ, અંબાલાલે કરી નવી આગાહી
સમરીઃ
નવરાત્રિએ ગુજરાતનો પ્રમુખ પર્વ છે. જેમાં અબાલ વૃદ્ધ તમામ ખેલૈયાઓ રાસ ગરબા દ્વારા માતાજીની આરાધના કરે છે. જો કે આ વખતે જનમાષ્ટીની જેમ નવરાત્રિની મજા પણ વરસાદ બગાડી શકે તેવી આગાહી અંબાલાલે કરી છે.
સ્ટોરીઃ
ગુજરાતમાં આવનારા દિવસોમાં નવરાત્રિ આવી રહી છે. જેની તૈયારીઓ ખેલૈયાઓ અત્યારથી જ કરી રહ્યા છે. ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલે આ નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરી છે.
અંબાલાલે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં એક પછી એક ખરાબ વાતાવરણની સીસ્ટમ સર્જાઈ રહી છે. જે ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ વર્ષે નવરાત્રિમાં નોંધપાત્ર વરસાદ થવાની સંભાવના છે.
આ નવી આગાહીને લઈને ખેલૈયાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અંબાલાલે આગાહીના અંતમાં જણાવ્યું છે કે, ચોમાસુ ઓકટોબર માસના અંતમાં વિદાય લેશે. તેથી ગુજરાતીઓએ વરસાદી ઝાપટા અને હેલી માટે તૈયારી રાખવી પડશે.