ડેરા સચ્ચા સોદાનો અગ્રણી બાબા રામ રહીમને મળ્યા ફર્લો જામીન
સમરીઃ
બળાત્કારના આરોપી અને પોતાને ગોડમેન ગણાવતા બાબા રામ રહીમ ફરીથી જેલમાંથી બહાર આવી ગયો છે. રામ રહીમને ફર્લો જામીન મળ્યા છે.
સ્ટોરીઃ
ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ફરી એકવાર ૨૧ દિવસના ફર્લો જામીન મળ્યા છે. ગુરમીત રામ રહીમ મંગળવારે સવારે સુનારિયા જેલમાંથી બહાર આવ્યો હતો. રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરનાવા આશ્રમમાં ફર્લોનો સમયગાળો વિતાવશે.
ગુરમીત રામ રહીમ સિંહે જૂન 2024માં ફર્લો જામીન માંગ્યા હતા. આ પહેલા ફેબ્રુઆરીમાં હાઈકોર્ટે હરિયાણા સરકારને તેની પરવાનગી વિના ડેરા સચ્ચા સૌદાના વડાને વધુ પેરોલ ન આપવા જણાવ્યું હતું. તે સમયે હાઈકોર્ટ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ડેરા સચ્ચા સૌદાના વડાને કામચલાઉ મુક્તિની મંજૂરીને પડકારવામાં આવી હતી.