ક્રિકેટપ્રેમીઓની આતૂરતાનો અંત આવ્યો, ઓલિમ્પિકમાં ક્રિકેટ સહિત 5 રમતોનો સમાવેશ કરાયો
સમરીઃ
2028માં આગામી ઓલિમ્પિક યોજાવાની છે. જેમાં ક્રિકેટ ઉપરાંત બેઝબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ, સ્કવોશ જેવી રમતોને સ્થાન આપવામાં આવશે. આ નિર્ણયથી ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સ્ટોરીઃ
તાજેતરમાં વાજતે ગાજતે ઓલિમ્પિક 2024 પૂરી થઈ છે. હવે આગામી ઓલિમ્પિક 2028માં યોજાવાની છે. જો કે આગામી ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે તેવી જાહેરાત થવાથી ક્રિકેટપ્રેમીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. ક્રિકેટ સિવાય અન્ય 4 રમતોને પણ આગામી ઓલિમ્પિકમાં સ્થાન આપવામાં આવ્યું છે.
દુનિયાભરમાં દિવસેને દિવસે ક્રિકેટ રમતની લોકપ્રિયતા વધી રહી છે. જેનો પુરાવો આગામી ઓલિમ્પિક 2028 છે. જેમાં ક્રિકેટને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઓલિમ્પિકમાં ક્રિકેટ ઉપરાંત બેઝબોલ (સોફ્ટ બોલ), ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ, સ્કવોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.