આજે અટલ બિહારી બાજપાઈની પુણ્યતિથિ, દિગ્ગજો એ પાઠવી શ્રદ્ધાંજલિ
સમરીઃ
16મી ઓગસ્ટ એટલે અટલ બિહારી બાજપાઈની પુણ્યતિથિ. આ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. વિવિધ પક્ષોના નેતાઓએ અહીં તેમના સ્મારક ‘સદૈવ અટલ’ની મુલાકાત લીધી હતી.
સ્ટોરીઃ
16મી ઓગસ્ટ એટલે અટલ બિહારી બાજપાઈની પુણ્યતિથિ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે શુક્રવારે દિલ્હીમાં ‘સદૈવ અટલ’ ખાતે આયોજિત પ્રાર્થના સભામાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
ભૂતપૂર્વ વડા પ્રધાન વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય પ્રધાન મનોહર લાલ ખટ્ટર પણ ‘સદૈવ અટલ’ સ્મારક પર હાજર રહ્યા હતા. વાજપેયીની દત્તક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્ય પણ તેમની પુણ્યતિથિ પર તેમને પુષ્પાંજલિ આપવા માટે ‘સદૈવ અટલ’ પહોંચ્યા હતા.
1924માં ગ્વાલિયરમાં જન્મેલા વાજપેયી પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન હતા. વાજપેયી 16 મે 1996 થી 1 જૂન 1996 અને ફરીથી 19 માર્ચ 1998 થી 22 મે 2004 સુધી ભારતના વડાપ્રધાન હતા. તેમણે 1977 થી 1979 સુધી વડાપ્રધાન મોરારજી દેસાઈની કેબિનેટમાં ભારતના વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. 16 ઓગસ્ટ 2018ના રોજ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.