બ્રુનેઈમાં વડાપ્રધાન મોદીના માનમાં યોજાયો ભવ્ય સ્વાગત સમારોહ
સમરીઃ
વડાપ્રધાન મોદીના સ્વાગતમાં ખુદ ક્રાઉન પ્રિન્સે આપી સૂચક હાજરી. રાજકીય નિષ્ણાંતો દ્વારા વડાપ્રધાનની આ ૨ દિવસીય મુલાકાત બહુ મહત્વની ગણવામાં આવી રહી છે.
સ્ટોરીઃ
બ્રુનેઈ દારુસલામમાં ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લા દ્વારા વિશેષ સન્માનના ભાગરૂપે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
દારુસલેમમાં ભારતીય સમુદાયના લોકોએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ યાત્રાનો સમય બહુ સૂચક ગણાય છે કારણ કે, અત્યારે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘મારી આ મુલાકાત માત્ર બંને દેશો સાથે જ નહીં, પરંતુ ભારતની ભાગીદારીને વધુ મજબૂત કરશે. બંને દેશો રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, હું સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય સભ્યો સાથેની મારી મુલાકાતોની રાહ જોઈ રહ્યો છું, જેથી આ ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય.’