ભારતનું પેરાઓલિમ્પિકમાં ઐતિહાસિક શ્રેષ્ઠ પ્રદર્શન, ટોક્યોનો રેકોર્ડ તોડ્યો
સમરીઃ
ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં ટોક્યોમાં પોતાના પ્રદર્શનનો રેકોર્ડ તોડ્યો છે. ભારતે પેરાલિમ્પિક્સની એક સિઝનમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. અગાઉ 2020માં 19 મેડલ જીત્યા હતા. વર્ષ ૨૦૨૪માં ભારતે ૨૦ મેડલ પોતાના નામે કર્યા છે.
સ્ટોરીઃ
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ છે. ભારતીય પેરા-એથ્લેટ્સે 5 મેડલ એક જ દિવસમાં જીત્યા છે. આ શાનદાર પ્રદર્શન બાદ ભારતે પેરાલિમ્પિકમાં ટોક્યોના પ્રદર્શનને પાછળ છોડી દીધું છે. ભારતે અત્યાર સુધીમાં 20 મેડલ જીત્યા છે.
ભારતે પુરુષોની ઊંચી કૂદ T63 અને ભાલા ફેંક F46માં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સિવાય દીપ્તિ જીવનજીએ મહિલાઓની 400 મીટર T20 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ તમામ સહિત ભારતે માત્ર એક જ દિવસમાં પેરિસ ઓલિમ્પિકમાં 5 મેડલ જીત્યા હતા.
ભારતે પેરાલિમ્પિક્સ 2024માં અત્યાર સુધીમાં 20 મેડલ જીત્યા છે, જેમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતને આ વર્ષે તેના ખેલાડીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ છે, તેથી ભારત વધુ ઘણા મેડલ જીતવા માટે આશાવાદી છે.
પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ
- અવની લેખા – મહિલા 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1 – ગોલ્ડ
- નીતીશ કુમાર – મેન્સ સિંગલ્સ SL3 (બેડમિન્ટન) – ગોલ્ડ
- સુમિત એન્ટિલ – જેવલિન થ્રો F64 (એથ્લેટિક્સ) – ગોલ્ડ
પેરિસ પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ
- મનીષ નરવાલ – પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 (શૂટિંગ) – સિલ્વર
- નિષાદ કુમાર – મેન્સ હાઈ જમ્પ T47 (એથ્લેટિક્સ) – સિલ્વર
- યોગેશ કથુનિયા – મેન્સ ડિસ્કસ થ્રો F56 (એથ્લેટિક્સ) – સિલ્વર
- તુલસીમાથી મુરુગેસન – મહિલા સિંગલ્સ SU5 (બેડમિન્ટન) – સિલ્વર
- સુહાસ યથિરાજ – મેન્સ સિંગલ્સ SL4 (બેડમિન્ટન) – સિલ્વર
- શરદ કુમાર – મેન્સ હાઈ જમ્પ T6 ફાઈનલ – સિલ્વર
- અજીત સિંહ – મેન્સ જેવલિન થ્રો F46 ઇવેન્ટ – સિલ્વર
પેરિસ પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ
- મોના અગ્રવાલ – મહિલા 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1 (શૂટિંગ) – બ્રોન્ઝ
- પ્રીતિ પાલ – મહિલાઓની 100 મીટર T35 (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ
- પ્રીતિ પાલ – મહિલાઓની 200 મીટર T35 (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ
- રૂબિના ફ્રાન્સિસ – મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ એસએચ1 (શૂટિંગ) – બ્રોન્ઝ
- મનીષા રામદાસ – મહિલા સિંગલ્સ એસયુએસ (બેડમિન્ટન) – બ્રોન્ઝ
- રાકેશ કુમાર / શીતલ દેવી – મિશ્ર ટીમ કમ્પાઉન્ડ ઓપન (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ
- નિત્યા શ્રી સિવન – મહિલા સિંગલ્સ SH6 (બેડમિન્ટન) – બ્રોન્ઝ
- મરિયપ્પન થાંગાવેલુ – પુરુષોની હાઈ જમ્પ T6 ફાઈનલ – બ્રોન્ઝ
- દીપ્તિ જીવનજી – મહિલાઓની 400 મીટર T20 ફાઇનલ – બ્રોન્ઝ
- સુંદર સિંહ ગુર્જર – પુરુષોની જેવલિન થ્રો F46 ઇવેન્ટ – બ્રોન્ઝ