જાપાનના પીએમ કિશિદાએ આગામી ચૂંટણી નહીં લડે, જાપાનને મળશે નવા વડાપ્રધાન
સમરીઃ
જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ આજે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેઓ ચૂંટણી નહીં લડે.
સ્ટોરીઃ
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ જાહેરાત કરી કે તેઓ સપ્ટેમ્બરની ચૂંટણીમાં ભાગ લેશે નહીં. હવે જાપાનને નવા વડાપ્રધાન મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કિશિદા 2021માં તેમની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને તેમનો 3 વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બરમાં સમાપ્ત થાય છે.
વર્ષની શરૂઆતમાં સ્થાનિક ચૂંટણીમાં તેમની હારને કારણે કિશિદાની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. તેમજ એલ.ડી.પી. સાંસદોએ આગામી સામાન્ય ચૂંટણી પહેલા નવા ચહેરાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ભ્રષ્ટાચારનું કૌભાંડ બહાર આવ્યું ત્યારથી, કિશિદાએ ઘણા કેબિનેટ મંત્રીઓ અને અન્યોને પાર્ટીના કાર્યકારી હોદ્દા પરથી દૂર કર્યા છે.
આ કૌભાંડ પાર્ટી ઈવેન્ટ્સ માટે વેચાયેલી ટિકિટો દ્વારા એકત્ર કરાયેલ અઘોષિત રાજકીય ભંડોળ સાથે સંબંધિત છે. તેમાં 80 થી વધુ એલડીપી ધારાસભ્યોનો સમાવેશ થાય છે, જેમાંથી મોટાભાગના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની આગેવાની હેઠળના મુખ્ય પક્ષ જૂથના હતા.