રશિયાને ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)બ્લેકલિસ્ટમાં સામેલ કરવાની યુક્રેનની યોજના નિષ્ફળ ગઈ છે. આ પ્રસ્તાવનો ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા સહિત અનેક દેશોએ વિરોધ કર્યો હતો. ફ્રાન્સની રાજધાની પેરિસમાં છેલ્લા બે દિવસથી FATFની બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં યુક્રેને રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
રશિયાને FATF બ્લેકલિસ્ટમાં સામેલ કરવાની યુક્રેનની યોજના નિષ્ફળ ગઈ છે. આ પ્રસ્તાવનો ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા સહિત અનેક દેશોએ વિરોધ કર્યો હતો. ફ્રાન્સની રાજધાની પેરિસમાં છેલ્લા બે દિવસથી FATFની બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં યુક્રેને રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
રશિયાને FATF બ્લેકલિસ્ટમાં સામેલ કરવાની યુક્રેનની યોજના ફરી એકવાર નિષ્ફળ ગઈ છે. યુક્રેને તેના પશ્ચિમી મિત્રોની મદદથી મની લોન્ડરિંગ સંબંધિત નીતિઓને લઈને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની યાદીમાં રશિયાને સામેલ કરવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસને ભારત, ચીન, સાઉદી અરેબિયા અને આફ્રિકા સહિત ઘણા દેશોએ નિષ્ફળ બનાવ્યો છે. આ દેશોએ રશિયાને સમર્થન આપ્યું હતું અને યુક્રેનની પ્રતિબંધોની માંગને ફગાવી દીધી હતી.
આ દરખાસ્તને નકારી કાઢનાર જૂથમાં બ્રાઝિલ પણ હતું, આ અઠવાડિયે પેરિસમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય અપરાધ નિરીક્ષક, FATF ખાતે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. વધુ પુરાવા એકત્ર કરવા માટે રશિયાને હાંકી કાઢવાની યુક્રેનની દરખાસ્ત મોકૂફ રાખવામાં આવી છે. FATF સભ્ય દેશોમાં બ્રિટન, ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ સ્ટેટ્સ અને વિશ્વની અન્ય ઘણી મોટી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him