ઝી મીડિયા કોર્પોરેશન લિમિટેડની વેબસાઇટ હેક કરવામાં આવી હતી. તેની પાછળ બાંગ્લાદેશી હેકર્સ જૂથ “SYSTEMADMINBD” સાયબર હેક હોવાની માહિતી છે. જેમાં ઝી પર પ્રકાશિત એક ખબર પર બાંગ્લાદેશની પરિસ્થિતિની મજાક ઉડાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જો કે હાલ વેબસાઇટ ગુગલમાં સર્ચ દરમિયાન જોવા મળી રહી છે.
“બાંગ્લાદેશની પરિસ્થિતિની મજાક ઉડાવવા માટે આ સાઇટને હેક કરવામાં આવી હતી.” Zee મીડિયા વેબસાઈટ માટે Google શોધ પરિણામમાં પેજ પર આ વાક્યા વાંચવા મળ્યુ. ‘અન્ય ગંદકી ન્યૂઝ ચેનલ પર જોવા મળશે તો તેનો નાશ કરશે,” વેબસાઇટ પર આ વાક્ય પણ લખાયેલુ હતુ.
બુધવારે વેબસાઈટ પર પોસ્ટ કરાયેલા સંદેશમાં લખ્યું હતું કે, “SystemAdminDB દ્વારા હેક કરવામાં આવ્યું” અને “SystemAdminDB દ્વારા વેબસર્વર લેવામાં આવ્યું,” એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઝી મીડિયાએ બાંગ્લાદેશની ગંભીર પરિસ્થિતિની મજાક ઉડાવી હતી. ચેતવણી પણ આપી હતી કે “જો તે પોતાનું અયોગ્ય વર્તન ચાલુ રાખશે તો અમે તેની ચેનલનો કબજો લઈશું અને તેનો નાશ કરીશું.”
સંદેશમાં ઝી ટીવી બાંગ્લા દ્વારા એક અહેવાલનો સ્ક્રીનશૉટ પણ હતો, જેનું શીર્ષક હતું – “ભારતે પાણી છોડ્યું, બાંગ્લાદેશ હવે ડૂબી ગયું છે.” અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે “પૂરના કારણે, સત્તાવાળાઓએ બાંગ્લાદેશને પાણીની નીચે છોડીને ડામ્બુર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ડેમ ખોલ્યો છે.”
વેબસાઈટ માટે ગૂગલ સર્ચમાં લખ્યું હતુ કે, “Hacked by Systemadminbd.” મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Systemadminbd એક હેકર્સ ગ્રુપ છે જે ગયા વર્ષે એપ્રિલથી સક્રિય છે. આ જૂથ કથિત રીતે વેબસાઈટ બદલવા અને ડેટા ચોરી જેવી સાયબર પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેઓએ અગાઉ બાંગ્લાદેશ, ભારત, ઈઝરાયેલ અને યુરોપમાં ઘણી વેબસાઈટને નિશાન બનાવી છે.
SYSTEMADMINBD હેકર્સ કોણ છે?
SYSTEMADMINBD એ એક હેક્ટીવિસ્ટ જૂથ છે, જે 2023 થી કાર્યરત છે. આ જૂથ વેબસાઈટ ડિફેસમેન્ટ, ડેટા ભંગ અને હેકટિવિઝમ સહિતની બહુવિધ સાયબર પ્રવૃત્તિઓમાં કથિત રીતે સંકળાયેલું છે.