Justnownews

વિનેશ ફોગાટે વડાપ્રધાન મોદી વિશે કરેલ નિવેદનથી ચકચાર મચી ગઈ છે, શું કહ્યું ફોગાટે વાંચો વિગતવાર

ભૂતપૂર્વ ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કહ્યું કે, ફ્રાન્સમાં પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવ્યા બાદ એક અધિકારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારી સાથે ફોન પર વાત કરશે અને આ કોલનો વીડિયો રેકોર્ડ કરીને  સોશિયલ મીડિયા પર મૂકવામાં આવશે. આ શરત મને મંજૂર ન હોવાથી મેં વડાપ્રધાન સાથે ફોન પર વાત કરવાનું ટાળ્યું હતું.

પેરિસ ઓલિમ્પિક્સમાં ગેરલાયક ઠર્યા બાદ પીએમ મોદીએ મને ફોન કર્યો, પરંતુ મેં વાત કરવાનો ઇનકાર કર્યો હતો, વિનેશ ફોગાટના આ નિવેદનથી ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે વિનેશ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જુલાના વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. વિનેશ ફોગાટના આ નિવેદનથી હરિયાણાનું રાજકારણ ગરમાયું છે.

પેરિસ ઓલિમ્પિકમાંથી વિવાદાસ્પદ બહાર થયા બાદ આગામી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી ભૂતપૂર્વ ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે વિસ્ફોટક નિવેદન કર્યુ છે.  તેણીએ કહ્યું કે, ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

વિનેશ ફોગાટે આખી ઘટના વર્ણવતા કહ્યું કે,  અધિકારી મારી પાસે આવ્યા અને મને કહ્યું કે પીએમ મોદી મારી સાથે વાત કરવા માગે છે, તેથી મેં ઠીકકહ્યું. તે પછી તેણે આગળ એક શરત મૂકી કે મારી સાથે કોઈ નહીં હોય, એક વ્યક્તિ ફોન પર વાતચીત (પીએમ મોદી સાથે)નો વીડિયો શૂટ કરશે. તેણે વાત પૂરી કર્યા પછી, મેં ના પાડી દીધી હતી.

મેં અધિકારીઓને કહ્યું કે હું સોશિયલ મીડિયા પર મારી લાગણીઓની મજાક ઉડાવી શકું નહીં. જો પીએમને ખરેખર સહાનુભૂતિ હોય તો તેઓ મારી સાથે વીડિયો રેકોર્ડિંગ વિના વાત કરી શકે છે.

Read Also Haryana Election 2024: Priyanka Gandhi to Campaign with Vinesh Phogat in Julana

Exit mobile version