‘ધૂમ 4’માં આવી નવી અપડેટ, ફિલ્મ ડાયરેક્ટ કરશે વિજય ક્રિષ્ણ આચાર્ય
‘ધૂમ 4’માં રણબીર કપૂર વિલનની ભૂમિકામાં જોવા મળશે આ કન્ફર્મેશન બાદ હવે ફિલ્મના ડાયરેક્ટર વિશે જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ વિજય ક્રિષ્ણ આચાર્ય ડાયરેક્ટ કરશે. વિક્ટરે આ ફ્રેન્ચાઇઝીની ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી છે અને ‘ધૂમ 3’નું દિગ્દર્શન પણ કર્યું છે.
બોલીવૂડની હિટ ફ્રેન્ચાઇઝી ફિલ્મ ‘ધૂમ 4‘ સંબંધિત નવી અપડેટ આવી છે. તાજેતરમાં જ સમાચાર હતા કે, આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી એ જ વ્યક્તિને આપવામાં આવી છે જેણે ફિલ્મની વાર્તા લખી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર વિલનની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે વિજય કૃષ્ણ આચાર્ય એટલે કે વિક્ટર તેનું નિર્દેશન કરશે.
વિજય કૃષ્ણ આચાર્યએ ‘ધૂમ 4‘ની સ્ક્રિપ્ટ લખી છે. તેણે ‘ધૂમ‘ ફ્રેન્ચાઈઝીની છેલ્લી ૩ ફિલ્મો લખી છે અને એકનું નિર્દેશન પણ કર્યું છે. તેણે કહ્યું કે આ કારણોસર હવે તેને આ આગામી ફિલ્મના નિર્દેશનની જવાબદારી સોંપવામાં આવી છે, જે સ્વાભાવિક હતું. તે આ ફિલ્મનું નિર્દેશન પણ કરશે. તેણે ‘ધૂમ 3‘નું દિગ્દર્શન કર્યું હતું, જે તે સમયે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી.
Read also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving