Monday, February 9, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
HomeGujarati NewsVadodara Rain: વડોદરામાં...

Vadodara Rain: વડોદરામાં ભારે પવન સાથે વરસાદ, સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ

Vadodara Rain Updates: વડોદરા શહેરના અનેક વિસ્તારમાં વરસાદનું (rains in many area of Vadodara) આગમન થયું છે. ભારે પવન સાથે વરસાદ (rainfall with heavy wind) પડી રહ્યો છે. રાવપુરા, સયાજીગંજ, અકોટા, હરણી, વાઘોડિયા રોડ, આજવા રોડ, અલકાપુરી સહિતના વિસ્તારમાં વરસાદ છે. ગાજ વીજ સાથે વરસાદ પડતાં વાહન ચાલકો અટવાયા છે. જિલ્લામાં પણ પાદરા, વાઘોડિયા પંથકમાં વરસાદ છે.

પાદરાના અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા

વડોદરાના પાદરામાં ધોધમાર (heavy rain in padre) વરસાદ છે. પાદરાના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણીની ટાંકી ,  ટાવર રોડ પર ઘુંટણસમા પાણી ભરાયાં (the water was filled to the brim) છે. વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. પાદરા નગર પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠ્યા છે.

વાઘોડિયામાં વરસાદી ઝાપટું

વડોદરા રૂરલમાં વાઘોડિયામાં જોરદાર વરસાદી ઝાપટાએ રમઝટ બોલાવી છે. ટાઉનના રોડરસ્તા અડધા જ કલાકમાં પાણી પાણી થઈ ગયા હતા. અસહ્ય ઊકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. ડભોઈ રોડ, માડોધર રોડ, એસટી ડેપો વિસ્તાર, વાઘોડિયા વડોદરા રોડ, GIDC જેવા વિસ્તારોમા જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. વાવણી લાયક વરસાદની ખેડૂતો ચાતક નજરે રાહ જોતા હતા. સતત ત્રીજા દિવસે વરસાદી માહૌલ જામતા નગરજનોમાં આનંદ છે.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....