વિલ્મિંગ્ટન, ડેલવેરમાં 21 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ચોથી કવાડ લીડર્સ સમિટની યજમાની રાષ્ટ્રપતિ બાઈડેન કરશે. આ સમીટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના નેતાઓ હાજર રહેશે. આ સમિટ ક્વાડ પાર્ટનરશિપને મજબૂત કરવા ઉપરાંત આરોગ્ય, સુરક્ષા અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર વિચાર વિમર્શ થશે.
યુએસ પ્રમુખ જૉ બાઈડન આવતા અઠવાડિયે તેમના ડેલાવેર નિવાસસ્થાને ચોથી ક્વાડ લીડર્સ સમિટની યજમાની કરશે. રાષ્ટ્રપતિના પ્રવક્તાએ આ બાબતની જાહેરાત કરીને પુષ્ટી કરી છે.
ભારત, જે આ વર્ષે QUAD નું આયોજન કરવાનું હતું, તે આવતા વર્ષે સમિટનું આયોજન કરશે. QUAD નેતૃત્વ સમિટ એ બાઈડેનની પહેલ છે અને અમેરિકન પ્રમુખ માટે મુખ્ય વિદેશ નીતિ વારસામાંની એક છે.
રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન જુનિયર શનિવાર, 21 સપ્ટેમ્બરના રોજ વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ચોથી ક્વાડ લીડર્સ સમિટની યજમાની કરશે. રાષ્ટ્રપતિ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન કિશિદા ફ્યુમિયોનું સ્વાગત કરવા ઉત્સુક છે.