ચીની ન્યુક્લિયર એટેક સબમરીન ડુબી ગઈ હોવાની પુષ્ટિ અમેરિકાએ કરી
ચીન પોતાની સૈન્ય તાકાત વધારવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. જો કે જૂનમાં એક દુર્ઘટનામાં ચીનની નવી ન્યુકલિયર સબમરિન ડુબી ગઈ હોવાનો દાવો અમેરિકાએ કર્યો છે. ચીને આટલા મહિના આ બાબત છુપાવી રાખી હતી.
આ વર્ષના મે અથવા જૂન મહિનામાં નવી ચીની ન્યુક્લિયર એટેક સબમરીન બાંધકામ દરમિયાન ડૂબી ગઈ હોવાની પુષ્ટિ યુએસ સંરક્ષણ અધિકારીએ કરી છે. ચીન પોતાની ડ્રેગન ચાલ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ચીન લશ્કરી તાકાત વધારવા માટે હંમેશા નવા શસ્ત્રોનું નિર્માણ કરતું રહે છે. જો કે મે અથવા જૂન મહિનામાં નવી ન્યુક્લિયર એટેક સબમરિનના નિર્માણ દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ અને તે ડુબી ગઈ હતી. ચીને આ બાબત છુપાવી રાખી હતી. જે અમેરિકાના એક સંરક્ષણ અધિકારીએ બહાર પાડી છે.
યુએસ સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર ચીનની પ્રથમ ઝાઉ-ક્લાસ પરમાણુ સબમરીન બાંધકામ દરમિયાન થાંભલાની સાથે ડૂબી ગઈ હતી. આ ઘટના, જે મે અને જૂન વચ્ચે બની હતી, તેની સેટેલાઇટ ઇમેજથી આ બાબત બહાર આવી છે. સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે ચીનની નવી ન્યુક્લિયર એટેક સબમરીન નિર્માણાધીન થાંભલાની સાથે ડૂબી ગઈ હતી.
ચીનની પ્રથમ ઝોઉ-ક્લાસ સબમરીનનું ડૂબી જવું એ બેઇજિંગ માટે આંચકા સમાન છે કારણ કે તે વિશ્વની સૌથી મોટી નૌકાદળનો એક હિસ્સો બનવાની હતી. ચીન લાંબા સમયથી બ્રુનેઈ, મલેશિયા, ફિલિપાઈન્સ, તાઈવાન અને વિયેતનામ સહિતના પ્રદેશમાં પ્રાદેશિક વિવાદોનો સામનો કરી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે આ પ્રદેશમાં તેના સાથી દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવાની માંગ કરી છે.