અમેરિકા અને રશિયન ફાઈટર વિમાન સામસામે આવી ગયા, અલાસ્કામાં બનેલ ઘટનાથી સ્થિતિ તણાવગ્રસ્ત
યુએસ એરફોર્સે એક વીડિયો જાહેર કરીને રશિયન એરફોર્સ પર મોટો આરોપ લગાવ્યો છે. અમેરિકાએ કહ્યું કે સુખોઈ-35 ફાઈટર જેટ તેમના એફ-16 ફાઈટર પ્લેન સાથે અથડાતા રહી ગયું. રશિયન વિમાનચાલકની આ ઘટના બહુ બેકાળજીપૂર્વકની હતી. આ હવાઈ વિવાદની ઘટના કેનેડાને અડીને આવેલા પ્રાંત અલાસ્કા પાસે બની હતી.
અત્યારે સમગ્ર વિશ્વમાં યુદ્ધના વાદળો છવાયેલ છે. એક યુદ્ધવિરામ સામે આવે ત્યાં બીજા બે દેશો બાખડી પડ્યાના સમાચાર સંભળાય છે. રશિયા અત્યારે યુક્રેન સાથે યુદ્ધની પરાકાષ્ટાએ પહોંચી ગયું છે. તેમ છતાં અમેરિકન એર સ્પેસની તદ્દન નજીક તેનું લડાયક વિમાન અમેરિકાના લડાયક વિમાનની બિલકુલ સામે આવી ગયું હતું.
અમેરિકાએ રશિયાની આ હરકતને ધમકીના સ્વરૂપે ગણી છે. અમેરિકામાં કેનેડાને અડીને આવેલા અલાસ્કા રાજ્યની નજીકના દરિયામાં એક રશિયન સુખોઈ-35 ફાઈટર પ્લેન યુએસ એરફોર્સના એફ-16 એરક્રાફ્ટની નજીકથી ખૂબ જ ખતરનાક રીતે પસાર થયું હતું, જેના કારણે અથડામણનો ખતરો ઉભો થયો હતો.
યુએસ એરફોર્સે કહ્યું કે એફ-16 એરક્રાફ્ટ અલાસ્કાની નજીક આવેલા બે રશિયન Tu-95 બોમ્બરનો પીછો કરીને બહાર કાઢી રહ્યા હતા. દરમિયાન, રશિયન સુખોઈ-35 ફાઈટર જેટ અચાનક એફ-16 વિમાનો વચ્ચેથી પસાર થઈ ગયું. આ ખતરનાક ઘટનાનો વીડિયો યુએસ એરફોર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
Read also Sunita Williams to Return from Space: Crew-9 Team Reaches Space Station