માલદીવ્સમાં વેપાર પ્રધાન દ્વારા યુપીઆઈની વિસ્તૃત સમજ દર્શાવતા રજૂ કરાયેલા પેપર બાદ પ્રમુખ મુઈઝુએ કેબિનેટની બેઠક યોજી હતી. આ બેઠક બાદ યુપીઆઈ અપનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને માલદીવ્સ-ભારત સંબંધોમાં સુધારા તરીકે પણ ગણવામાં આવી રહ્યો છે.
માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ કેબિનેટની ભલામણ પર ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. મુઈઝુના નિર્ણય વિશે માહિતી આપતા માલદીવ્સના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણયથી માલદીવ્સની અર્થવ્યવસ્થામાં સુધારો થવાની આશા છે. આનાથી નાણાકીય સમાવેશ, નાણાકીય વ્યવહારોમાં કાર્યક્ષમતા અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં વધારો થવાની અપેક્ષા છે.
પ્રમુખ મુઇઝુએ માલદીવ્સમાં UPI શરૂ કરવા માટે એક કન્સોર્ટિયમ બનાવવાની યોજના જાહેર કરી છે. તેમણે આ કન્સોર્ટિયમમાં માલદીવની બેંકો, ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ, રાજ્યની માલિકીની એન્ટરપ્રાઈઝ અને ફિનટેક કંપનીઓનો સમાવેશ કરવાનું પણ સૂચન કર્યું છે. મોહમ્મદ મુઇઝુએ ટ્રેડનેટ માલદીવને કન્સોર્ટિયમની લીડ એજન્સી તરીકે નિયુક્ત કર્યા છે.
આ વર્ષે ઓગસ્ટમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની માલદીવ્સની મુલાકાત દરમિયાન યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ સંબંધિત કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. માલદીવ્સમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવા માટે ભારતના નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન અને માલદીવ્સના આર્થિક વિકાસ વેપાર મંત્રાલય વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ માલદીવ્સની જનતા ભારતીયોની જેમ UPI દ્વારા પેમેન્ટ કરી શકશે.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him