Justnownews

પાકિસ્તાનની પીઠમાં તુર્કીએ ભોંક્યુ ખંજર, યુએનમાં કાશ્મીર મુદ્દે સાથ ન આપ્યો

તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને પહેલીવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો નથી. ખલીફા એર્દોગને જનરલ એસેમ્બલીની બેઠકમાં પોતાના વાર્ષિક ભાષણમાં ઈઝરાયલ-હમાસ સંઘર્ષનો ઉલ્લેખ કર્યો પરંતુ કાશ્મીરનો ઉલ્લેખ ન કરીને પાકિસ્તાનને ચોંકાવી દીધું હતું.

તુર્કી રાષ્ટ્ર પાકિસ્તાન સાથેની મિત્રતા અને ભારત વિરોધી વલણ માટે જાણીતું છે. જો કે આ વખતની યુએન સભામાં તુર્કીએ પાકિસ્તાનની પીઠમાં ખંજર ભોક્યું છે. તુર્કીના રાષ્ટ્રપતિ ખલીફા એર્દોગે યુએન મહાસભામાં પોતાના વકત્વ્ય દરમિયાન ઈઝરાયલ-હમાસ સંઘર્ષનો ઉલ્લેખ કર્યો પરંતુ કાશ્મીર મુદ્દે એક પણ શબ્દ ન કહેતા પાકિસ્તાનને માઠું લાગ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના વાર્ષિક ભાષણમાં તુર્કીના રાષ્ટ્રપતિએ ગાઝા યુદ્ધ પર જોરદાર પ્રહારો કર્યા પરંતુ કાશ્મીરનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો ન હતો. આ પહેલા ખલીફા એર્દોગને વર્ષ 2023, 2022, 2021 અને 2020માં સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ બેઠકમાં શાહબાઝ શરીફ કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવવાના છે. આ ભાષણમાં એર્દોગને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુની તુલના હિટલર સાથે કરી હતી.

અહી પણ જોવો : mohammad-yunus-faces-huge-embarrassment-in-the-us-told-to-go-back

એર્દોગને આ ઝટકો એવા સમયે આપ્યો છે જ્યારે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર અને ત્યાં યોજાનારી ચૂંટણીનો મુદ્દો ઉઠાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર શાહબાઝ શરીફ ન્યૂયોર્ક પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં પોતાનું ભાષણ આપવાના છે. શહબાઝ શરીફ ઈસ્લામોફોબિયા અને પેલેસ્ટાઈનનો મુદ્દો પણ ઉઠાવશે.

Exit mobile version