Site icon Justnownews

આજે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી, ૩૮ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શનિવારે મતદાન શરૂ થયું છે. 2022ની સૌથી ખરાબ આર્થિક મંદી બાદ શ્રીલંકાની આ પ્રથમ મોટી ચૂંટણી છે. લગભગ 17 મિલિયન લોકો 13,400થી વધુ મતદાન મથકો પર મતદાન કરશે.

વર્ષ ૨૦૨૨થી શ્રીલંકામાં આર્થિક મંદીના વાદળો છવાયેલા છે. આ મંદી બાદ સૌથી મહત્વની અને મોટી કહી શકાય તેવી ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણી શ્રીલંકાના પ્રેસિડેન્ટ નક્કી કરશે. શ્રીલંકાના નાગરિકો એવા નેતાને પસંદ કરશે જે શ્રીલંકાની આર્થિક સ્થિતિ સુધારી શકે.

આજે થનાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શ્રીલંકાના લગભગ 17 મિલિયન લોકો 13,400થી વધુ મતદાન મથકો પર મતદાન કરશે. આ મતદાતાઓ કુલ ૩૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ચૂંટણી વ્યવસ્થાપનમાં 2,00,000થી વધુ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે.

શ્રીલંકા માટે આ ચૂંટણી એટલી બધી મહત્વની છે કે આ ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કુલ 63,000 પોલીસ કર્મચારીઓને સ્ટેન્ડ બાય કરાયા છે. મતદાન સવારે 7 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. રવિવાર સુધીમાં પરિણામ આવવાની આશા છે.

વર્તમાન પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે  સ્વતંત્ર ઉમેદવાર તરીકે ફરીથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.

વિક્રમસિંઘેની નેશનલ પીપલ્સ પાવર (NPP)ના 56 વર્ષીય અનુરા કુમારા દિસાનાયકે અને સામગી જન બાલાવેગયા (SJB)ના મુખ્ય વિપક્ષી નેતા 57 વર્ષીય સજીથ પ્રેમદાસા સામે કાંટાની ટક્કર થશે.

Exit mobile version