તિરૂપતી મંદિરના પ્રસાદનો વિવાદ હવે પુરી સુધી પહોંચ્યો છે. પુરીના જિલ્લા કલેક્ટર સિદ્ધાર્થ શંકર સ્વૈને જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિરમાં વપરાતા ઘીમાં ભેળસેળ અંગે કોઈ આરોપો ન હોવા છતાં, વહીવટીતંત્ર શંકાને ટાળવા માટે ગુણવત્તા યુક્ત પરીક્ષણ કરવા માંગે છે.
આંધ્રપ્રદેશના તિરુપતીમાં શ્રી વેંકટેશ્વર મંદિરમાં લાડુની તૈયારીમાં વપરાતા ઘીની કથિત ભેળસેળ અંગેના વિવાદ વચ્ચે, ઓડિશામાં પુરી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જગન્નાથ મંદિરમાં વપરાતા ઘીની ગુણવત્તાની ચકાસણીની માંગણી કરી છે.
પુરીના જિલ્લા કલેક્ટર સિદ્ધાર્થ શંકર સ્વૈને જણાવ્યું હતું કે મંદિરમાં વપરાતા ઘીની ભેળસેળ અંગે કોઈ આક્ષેપો ન હોવા છતાં વહીવટીતંત્ર શંકાને ટાળવા ગુણવત્તાની ચકાસણી કરવા માંગે છે. અમે રાજ્યના સર્વોચ્ચ દૂધ સંઘ ઓમ્ફેડ સાથે પણ ચર્ચા કરીશું.
રાજ્યની માલિકીની ઓડિશા સ્ટેટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ફેડરેશન (ઓમ્ફેડ) દ્વારા તૈયાર કરવામાં આવેલું ઘી જગન્નાથ મંદિરમાં વપરાય છે. મંદિરની અંદરના દીવાઓમાં પણ ભક્તો એ જ ઘીનો ઉપયોગ કરે છે.
તિરુપતી પ્રસાદના વિવાદમાં જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસવાઈએ કહ્યું છે કે તિરુપતી બાલાજી મંદિરમાં જે બન્યું તે હિન્દુઓ વિરુદ્ધનું ષડયંત્ર હતું.
અહીં પણ જૂઓ yogi-government-removes-muslim-blos-sp-leader-makes-big-revelation-