મલેશિયાના વડાપ્રધાન પાકિસ્તાનના ૩ દિવસીય પ્રવાસે, કાશ્મીર મુદ્દા માટે આ મુલાકાત સૂચક બની રહેશે
મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે છે. તેમની આ મુલાકાત એવા સમયે આવી છે જ્યારે ભાગેડુ વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પણ પાકિસ્તાનમાં છે. ઝાકિર નાઈક ભારતમાંથી ભાગીને મલેશિયામાં શરણ લઈ રહ્યો હતો. અનવર ઈબ્રાહિમે પાકિસ્તાન પ્રવાસ દરમિયાન કાશ્મીર પર નિવેદન આપ્યું છે.
મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે છે. ઉલ્લેખનીય છે કે ભાગેડુ વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પણ પાકિસ્તાનમાં છે. ઝાકિર નાઈકે ભારતમાંથી ભાગીને મલેશિયામાં શરણ લીધી હતી. હવે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ પણ પાકિસ્તાનમાં છે તેથી કાશ્મીર મુદ્દા માટે આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.
પાકિસ્તાનની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે કહ્યું હતું કે તેમનો દેશ કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. અનવર ઇબ્રાહિમે કહ્યું કે, કાશ્મીર પર, અમે સ્પષ્ટપણે કહ્યું છે કે અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ માનવાધિકારના મુદ્દાઓ ચોક્કસપણે મોખરે છે.
ઈબ્રાહિમની ટિપ્પણી દેખીતી રીતે 1948 યુએન સુરક્ષા પરિષદના ઠરાવનો સંદર્ભ હતો. ઇબ્રાહિમે એમ પણ કહ્યું કે મલેશિયા કાશ્મીર મુદ્દા પર વાટાઘાટો કરવાનું ચાલુ રાખશે. પાકિસ્તાન અને મલેશિયા અર્થતંત્ર, વેપાર, રોકાણ, વાણિજ્ય, કૃષિ, પર્યટન, શિક્ષણ અને સંરક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા સંમત થયા હતા.
Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine