સોનમ વાંગચુકની ૧૫૦ સમર્થકો સાથે દિલ્હી પોલીસે અટકાયત કરતા હડકંપ મચી ગયો
સોનમ વાંગચુકની પદયાત્રા હિમાચલ પ્રદેશ પહોંચી, ત્યારે તેણે કહ્યું હતું કે અમે સરકારને ૫ વર્ષ પહેલા આપેલા વચનને પૂર્ણ કરવા માટે યાદ કરાવવા જઈ રહ્યા છીએ. સોનમ વાંગચુક અને તેના સમર્થકોને સોમવારે મોડી રાત્રે સિંઘુ બોર્ડર પર દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા. વાંગચુકની ધરપકડથી ભારતનું રાજકારણ ગરમાયું છે.
સોનમ વાંગચુક ‘દિલ્લી ચલો પદયાત્રા‘ દરમિયાન હરિયાણાથી દિલ્હીમાં પ્રવેશતા જ પોલીસે તેને રોકી હતી. સોનમ વાંગચુકે પોસ્ટ શેર કરતા લખ્યું કે મને અને મારી સાથે 150 રાહદારીઓને દિલ્હી બોર્ડર પર સેંકડો પોલીસ દળો દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે. સોનમ વાંગચુકની અટકાયતથી ભારતનું રાજકારણ ગરમાયું છે.
દિલ્હીની સરહદો પર કલમ 163 લાગુ કરવામાં આવી છે. તે જ સમયે, વાંગચુકે તેની અટકાયત અંગે સોશિયલ મીડિયા ‘X’ પર પોસ્ટ પણ કરી હતી. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે તેની સાથે લગભગ 150 લોકોની અટકાયત પણ કરી છે. આ પદયાત્રામાં 80 વર્ષથી વધુ વયના અનેક વૃદ્ધો અને મહિલાઓ અને પૂર્વ સેનાના જવાનો પણ ભાગ લઈ રહ્યા છે. તેણે આગળ લખ્યું કે અમારું ભાગ્ય અજાણ છે. અમે બાપુની સમાધિ તરફ સૌથી શાંતિપૂર્ણ કૂચ કરી રહ્યા હતા. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં, લોકશાહીની માતા… હાય રામ!
ઉલ્લેખનીય છે કે, વાંગચુક અને અન્ય કાર્યકરોએ તેમની માંગણીઓ અંગે કેન્દ્રને લદ્દાખના નેતૃત્વ સાથે ફરીથી વાતચીત શરૂ કરવા વિનંતી કરવા લેહથી નવી દિલ્હી સુધી પગપાળા કૂચ કરી હતી. તેમની મુખ્ય માંગણીઓમાંની એક એ છે કે લદ્દાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવામાં આવે, સ્થાનિક લોકોને તેમની જમીન અને સાંસ્કૃતિક ઓળખની સુરક્ષા માટે કાયદો બનાવવાની સત્તા આપવામાં આવે.
Read also Haryana Election 2024: Priyanka Gandhi to Campaign with Vinesh Phogat in Julana