Justnownews

વ્હાઇટ હાઉસે ૪થી QUAD સમિટને મહત્વની ગણાવી, આ સમિટને યુએસ પ્રેસિડેન્ટ હોસ્ટ કરવાના છે  

વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે ડેલવેરમાં યોજાનાર આગામી QUAD સમિટ બહુ મહત્વની છે કારણ કે આ સમિટને લીધે અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક રીતે સુસંગતતા (સ્ટ્રેટેજિકલી હાર્મની)નું પ્રમાણ વધશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૪થી QUAD સમિટમાં ભાગ લેવા માટે 21 સપ્ટેમ્બરથી યુનાઇટેડ સ્ટેટ્સની ત્રણ દિવસની મુલાકાતે જશે. આ QUAD સમિટ અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન વચ્ચે યોજાય છે. આ વર્ષે આ સમિટની ૪થી શ્રેણી યોજાવાની છે જેની યજમાની ખુદ અમેરિકન પ્રમુખ જો બાયડેન કરવાના છે.

 QUAD સમિટ અમેરિક પ્રમુખ જો બાઈડેનની પહેલ છે. 2020માં તેમના પ્રમુખપદના પ્રથમ 100 દિવસોમાં QUAD દેશોની વર્ચ્યુઅલ નેતૃત્વ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી QUAD અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં વારાફરથી યોજાય છે.

વ્હાઇટ હાઉસના અધિકારીએ નિવેદન આપ્યું છે કે, અમને વિશ્વાસ છે કે ૪થી QUAD સમિટ અગાઉ કરતાં વધુ વ્યૂહાત્મક સુસંગત બની રહેશે. QUAD સમિટની યજમાની કરવાનો વારો ભારતનો હતો પરંતુ વોશિંગ્ટનની વિનંતીને પગલે ભારતે વારો જતો કરી અમેરિકાને આ તક આપી હતી. હવે બાઈડેન 21 સપ્ટેમ્બરના રોજ વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ૪થી QUAD લીડર્સ સમિટની યજમાની કરવાના છે.

Exit mobile version