ગોવિંદાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કર્યુ મતદાન, વીડિયો સોશિલયલ મીડિયામાં વાયરલ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા મતદાન કરવા બૂથ પર પહોંચ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેણે જણાવ્યું કે હવે તેની તબિયત સારી છે. તાજેતરમાં જ રોડ શો દરમિયાન તેમને છાતીમાં દુખાવો થયો હતો. અને તે પહેલા તેને પગમાં ગોળી વાગી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. બોલિવૂડના જાણીતા કલાકારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મુંબઈના બૂથ પર પહોંચી રહ્યા છે. પીઢ અભિનેતા ગોવિંદા પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના સ્વાસ્થ્ય વિશે પણ જણાવી રહ્યો છે.
સફેદ વસ્ત્રોમાં સજ્જ ગોવિંદા તેની પુત્રી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની પુત્રી કેમેરાની સામે ન આવી, પરંતુ અભિનેતાએ તેની આંગળી પર વાદળી શાહી દર્શાવતા પોઝ આપ્યો. જ્યારે પાપારાઝીએ ગોવિંદાને તેની તબિયત વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે બધું બરાબર છે.
ઉલ્લેખનીય છે કે અભિનેતા અને રાજનેતા ગોવિંદા હાલમાં જ જલગાંવના પચૌરામાં રોડ શો કરી રહ્યા હતા. આ અભિયાન દરમિયાન તેમને છાતીમાં દુખાવો થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચાહકોનું કહેવું છે કે ભગવાનનો આભાર કે અભિનેતાની હાલત ગંભીર ન થઈ.
અગાઉ, અભિનેતાને અકસ્માતે તેની જ બંદૂકથી પગમાં ગોળી વાગી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં સર્જરી કરવામાં આવી હતી. ઘણા દિવસો સુધી દાખલ રહ્યા બાદ તે ઘરે પરત ફર્યો.
Read Also Amitabh Bachchan Reveals Why He Regrets Having Abhishek on KBC 16