ડાયરેક્ટર અનિલ શર્માની આગામી ફિલ્મ વનવાસના ટ્રેલરની થઈ રહી છે ખૂબ પ્રશંસા
અનિલ શર્મા દ્વારા નિર્મિત ‘વનવાસ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, આ ટ્રેલરને દર્શકો ઉપરાંત ક્રિટિક પણ વખાણી રહ્યા છે. જે એક પરિવારની વાર્તા છે. આ નાના પાટેકરનો પરિવાર છે, જે બનારસની ભીડમાં અચાનક ખોવાઈ જાય છે. સત્ય એ છે કે તેમના પોતાના બાળકો તેમને દગો આપે છે. જોકે નાના આ વાત સ્વીકારવા તૈયાર નથી અને ઉત્કર્ષ શર્મા તેમની મદદ માટે આગળ આવે છે.
‘ગદર 2’ ફેમ ડાયરેક્ટર અનિલ શર્માની આગામી ફિલ્મ ‘વનવાસ’ના ટ્રેલરના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફેન્સ ‘બગવાન’ જેવી ફિલ્મ ગણાવી રહ્યા છે. ‘ગદર 2’ જેવી હિટ ફિલ્મ બનાવી ચૂકેલા ડિરેક્ટર અનિલ શર્માએ પોતાના વનવાસનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ફિલ્મના ટ્રેલરને ખૂબજ યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો છે.
‘ગદર’ એક્ટર ઉત્કર્ષ શર્મા ફરી એકવાર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેમાં પીઢ અભિનેતા નાના પાટેકર પણ જોવા મળશે. લોકો આ ફિલ્મનું ટ્રેલર ખૂબ પસંદ કરી રહ્યા છે અને ઘણી કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે.
લગભગ 2 મિનિટ 39 સેકન્ડનું આ ટ્રેલર નાના પાટેકરના સુખી પરિવારથી શરૂ થાય છે. બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે નાના પાટેકર પોતાના પરિવારની ખુશીમાં વ્યસ્ત રહે છે અને એક દિવસ કંઈક એવું બને છે કે તેઓ બનારસની ભીડમાં એકલા જોવા મળે છે.
અનિલ શર્મા દ્વારા નિર્મિત આ ફિલ્મમાં નાના વૃદ્ધાવસ્થાના પડકારો સાથે સંઘર્ષ કરતા જોવા મળે છે. પરિવારથી દૂર તે બનારસની ભીડમાં ખોવાઈ જાય છે. તેમના ઘરે એક તરફ પિતાની ખોટનો શોક મનાઈ રહ્યો છે તો બીજી તરફ લોકો તેને ષડયંત્ર ગણાવી રહ્યા છે.
ટ્રેલરના એક દ્રશ્યમાં બતાવવામાં આવ્યું છે કે પાટેકરના બાળકો નકલી મૃત્યુ પ્રમાણપત્ર તૈયાર કરીને તેની મિલકત હડપ કરવાની યોજના ઘડી રહ્યા છે. અહીં નાનાને ઉત્કર્ષ શર્મા (વીરુ)નો ટેકો મળે છે, જે ચોર અને છેતરપિંડી કરનાર છે, પરંતુ તેનું હૃદય સારું છે. તે તેમની મદદ માટે આગળ આવે છે.
વીરુ(ઉત્કર્ષ શર્મા) તેમને સમજાવવાની કોશિશ કરે છે કે તેમના બાળકો તેમને જાણી જોઈને ત્યાં છોડી ગયા છે પરંતુ તેઓ સ્વીકારતા નથી. આખરે વીરુ તેમને તેમના બાળકો સાથે ફરીથી જોડવાનું વચન આપે છે. જો કે, ટ્રેલરથી સ્પષ્ટ છે કે આ પછી વાર્તામાં કેટલાક ટ્વિસ્ટ છે જે લોકોને ભાવુક કરી શકે છે અને રડી પણ શકે છે.
Read Also IFFM 2024: RAM CHARAN, KARTIK AARYAN WIN TOP HONORS; ’12TH FAIL,’ ‘MISSING LADIES’ AMONG TOP FILMS