રજનીકાંતની આગામી ફિલ્મ કુલીનો સીન લીક થયો, મેકર્સે દર્શકોને કરી ખાસ અપીલ
ફિલ્મ નિર્માતા લોકેશ કનાગરાજે ‘કુલી’ના તેલુગુ સ્ટાર નાગાર્જુનના ફૂટેજ લીક થવા પર નારાજગી વ્યક્ત કરી છે. મેકર્સે લોકોને અપીલ કરતી એક પોસ્ટ પણ શેર કરી છે. જેમાં તેમણે મેગાસ્ટાર રજનીકાંતની આગામી થ્રિલર ફિલ્મ ‘કુલી’ના લીક સીનને સોશિયલ મીડિયામાં વાયરલ ન કરવા અપીલ કરી છે.
મેગાસ્ટાર રજનીકાંતની આગામી થ્રિલર ફિલ્મ ‘કુલી‘ સાથે એક અણબનાવ બન્યો છે. આ ફિલ્મમાં નાગાર્જુનનો એક સીન લીક થઈ ગયો છે. આ ઘટના બાદ મેકર્સ સાવધાન થઈ ગયા છે. જો કે મેકર્સે દુખી હૃદયે દર્શકોને આ લીક સીનને વાયરલ ન કરવા અપીલ કરી છે.
ફિલ્મના નિર્માતા લોકેશ કનાગરાજે ચાહકોને અપીલ કરી છે કે તેઓ તેમની આગામી એક્શન થ્રિલર ‘કુલી‘ના કોઈપણ ફૂટેજ શેર ન કરે, કારણ કે તે ફિલ્મ જોવાના સમગ્ર અનુભવ અને ઉત્તેજનાને અસર કરશે.
દિગ્દર્શકની આ અપીલ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર આવી છે. ‘વિક્રમ‘ અને ‘લિયો‘ જેવી ફિલ્મો માટે પ્રખ્યાત કનાગરાજે એક્સ પોસ્ટમાં પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.