બાંગ્લાદેશ રાષ્ટ્રપતિના વિરોધમાં વળાંક આવ્યો, આખા મુદ્દાને રાજકીય રંગ આપી દેવાયો
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના રાજીનામાની માંગણીઓ ઉગ્ર થઈ રહી છે, મતભેદો હજુ યથાવત છે. જો કે હવે રાષ્ટ્રપતિને રાજીનામું આપવાની ફરજ પાડવા માટે બંધારણીય પડકારોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.
બાંગ્લાદેશમાં આ વર્ષે ઓગસ્ટમાં વડા પ્રધાન શેખ હસીનાને જન વિદ્રોહ દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને પદ પરથી હટાવવાની માંગણી થઈ રહી છે. જો કે આ મુદ્દે એક વળાંક આવ્યો છે. કહેવાઈ રહ્યું છે કે રાષ્ટ્રપતિને રાજીનામું આપવાની ફરજ પાડવા માટે બંધારણીય પડકારો નડી શકે છે.
રાષ્ટ્રપતિ શહાબુદ્દીને એક પત્રકાર સાથેની ‘અનૌપચારિક મુલાકાત‘માં કહ્યું હતું કે સામૂહિક વિદ્રોહ પછી 5 ઓગસ્ટના રોજ ભારત ભાગી ગયા તે પહેલા હસીના તરફથી તેમને કોઈ ઔપચારિક રાજીનામું આપવામાં આવ્યું નથી. કદાચ તેમની પાસે સમય ન હતો. ત્યારબાદ એક દિવસ કેબિનેટ સચિવ હસીના પાસે તેમના રાજીનામા પત્રની નકલ લેવા આવ્યા.
બાંગ્લાદેશમાં હવે રાષ્ટ્રપતિના રાજીનામાની વિવિધ જૂથો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, જેમાં બળવો શરૂ કરનાર ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલનનો પણ સમાવેશ થાય છે. જેના કારણે આખરે હસીનાને પદ પરથી હટાવી દેવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીઓએ બંગભવનની બહાર પ્રદર્શન કર્યું ત્યારે સુરક્ષા દળોએ ગોળીબાર કરવો પડ્યો હતો.
જો કે, રાષ્ટ્રપતિને રાજીનામું આપવાની ફરજ પાડવા માટે બંધારણીય પડકારો છે. હસીનાની હકાલપટ્ટી બાદ, શહાબુદ્દીને 6 ઓગસ્ટે દેશની સંસદ ભંગ કરી અને 8 ઓગસ્ટના રોજ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને તેમના મુખ્ય સલાહકાર તરીકે વચગાળાની સરકાર સ્થાપિત કરી. જો કે બંધારણમાં ચૂંટણીઓ વચ્ચે વચગાળાની સરકાર બનાવવાની જોગવાઈ હતી, પરંતુ હસીના વડા પ્રધાન હતા ત્યારે આ જોગવાઈ 2011માં નાબૂદ કરવામાં આવી હતી.
લોકોને લાગે છે કે આ સિસ્ટમ બદલવાની જરૂર છે, તો સરકાર ચોક્કસપણે તેના પર વિચાર કરશે. રાષ્ટ્રપતિનું રાજીનામું એ કાનૂની મુદ્દો નથી પરંતુ રાજકીય મુદ્દો છે.