વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો શુભારંભ કરાવ્યો હતો. જે બાદ પીએમ મોદીએ પ્રદર્શન નિહાળ્યું અને ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. તેમણે ઊર્જાયુક્ત સંબોધન પણ આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ સમિટમાં ઊર્જામય સંબોધન કર્યુ હતું. તેમણે વડાપ્રધાન તરીકે તેમના ૩જા કાર્યકાળનો રોડમેપ પણ રજૂ કર્યો હતો. તેમણે ઉષ્માભેર આમંત્રિતોનું સ્વાગત કરતા સમગ્ર વાતાવરણ સજીવ થઈ ઉઠ્યું હતું.
ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું હતું કે, આપણે માનવતા એકબીજા પાસેથી શીખી શકીએ છીએ. હું ગોવા, એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રી તથા જર્મન અને ડેન્માર્ક ડેલીગેશન તથા દેશના અલગ અલગ રાજ્યના ઊર્જા મંત્રીનું સ્વાગત કરું છું. આ રી-ઇન્વેસ્ટ કોન્ફરન્સની ચોથી એડિશન છે.
વિકસિત ભારત 2047 બનાવવા માટેની આ ઈવેન્ટ મહત્વની છે તેમ જણાવીને વડાપ્રધાને કહ્યું કે, 140 કરોડ ભારતીયોએ ભારતને વિશ્વની ૩જી સૌથી મોટી ઇકોનોમી બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સરકારને ભારતની પ્રજાએ ૩જી ટર્મ આપી છે. આ સેક્ટરમાં 10 વર્ષમાં જે પાંખો લાગી છે એ હવે નવી ઉડાન ભરશે.
ભારતમાં 700 મિલિયન ઘર બનાવી રહ્યા છે. દુનિયાના કેટલાય દેશોની વસ્તી કરતા આ ઘરની સંખ્યા વધારે છે. અમે 4 કરોડ ઘર બનાવી લીધા છે અને બાકીના 3 કરોડ ઘર બનાવવાની શરૂઆત કરી છે. સાથે જ 12 નવા ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવી રહ્યા છે. છેલ્લા 100 દિવસમાં 15 થી વધુ નવી મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન લોન્ચ કરી છે. સોલર પાવર, ન્યુક્લિયર પાવર, વિન્ડ પાવરને આધારે ભારતને ભવિષ્યમાં વધારે મજબૂત બનાવવાનું છે. 2030 સુધી 500 ગીગા વોટ એનર્જીનો ટાર્ગેટ હાંસલ કરવા ઘણા મુદ્દા પર એક સાથે કામ કરી રહ્યા છીએ.