Justnownews

રજનીકાંતની ‘વેટ્ટાયન’નું પ્રીવ્યૂ રિલીઝ કરાતા જ વાયરલ થયું, થલાઈવા અને બીગ બીનો ડબલ ડોઝથી સજ્જ

સુપરસ્ટાર રજનીકાંત અને અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ વેટ્ટાયનનો ભવ્ય ઓડિયો લોન્ચ અને પ્રીવ્યુ ઈવેન્ટ 20 સપ્ટેમ્બરે ચેન્નાઈના કે. નેહરૂ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. જેમાં ફિલ્મનું પ્રીવ્યુ લોન્ચ કરવામાં આવ્યું હતું.

રજનીકાંત-અમિતાભ બચ્ચન, રાણા દગ્ગુબાતી, ફહદ ફાસિલ, મંજુ વૉરિયર અભિનીત વેટ્ટૈયાનનું પ્રીવ્યુ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં થલાઈવા ફુલ સ્વેગમાં જોવા મળે છે. ફિલ્મના નિર્માતાઓએ ઇવેન્ટની તારીખની જાહેરાત કરી હતી.

લાઇકા પ્રોડક્શન્સે જાહેરાત કરી હતી કે, ટીજે જ્ઞાનવેલ દ્વારા નિર્દેશિત, સામાજિક સંદેશ સાથેની આ ફિલ્મ 10 ઓક્ટોબરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. નિર્માતાઓએ વેટ્ટૈયાનનું પ્રીવ્યુ લોન્ચ કર્યું છે જેમાં રજનીકાંત ફુલ એક્શન મોડમાં જોઈ શકાય છે. બિગ બીની સ્ક્રીન પ્રેઝન્સ પણ અદ્ભુત છે.

પ્રિવ્યૂમાં બિગ બી અને રજનીકાંત પોલીસની ભૂમિકામાં મળી શકે છે, પરંતુ અત્યારે અંદાજ લગાવવો મુશ્કેલ છે કે રજનીકાંતનો રોલ શું છે. જોકે, રજનીકાંત સાથે બિગ બીની ટક્કર નિશ્ચિત છે. ફહદ ફાસિલ, રાણા દગ્ગુબાતી, મંજુ વૉરિયરની ઝલક પણ પ્રિવ્યૂમાં જોવા મળી હતી.

Exit mobile version