Justnownews

કતારે હકાલપટ્ટી કરેલ હમાસ નેતાને તુર્કીમાં આશ્રય મળ્યો હોવાની શક્યતા, બળતામાં ઘી હોમાયું

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને વચ્ચે મધ્યસ્થી કતાર દ્વારા કરવામાં આવી રહી હતી. પરંતુ કતાર હવે આમાંથી પીછેહઠ કરી ગયું છે. કતારે હમાસના નેતાઓને દેશમાંથી હાંકી કાઢ્યા હોવાના અહેવાલ છે. હવે એવી શક્યતાઓ વર્તાઈ છે કે હમાસના નેતાઓ તુર્કીમાં હાજર છે.

હમાસના વરિષ્ઠ નેતાઓ તુર્કીમાં હાજર હોવાની શક્યતાઓથી મધ્ય પૂર્વીય વિસ્તારના યુદ્ધમાં બળતામાં ઘી હોમાયું છે. ઇઝરાયલના સરકારી ટીવી કેએએનએ એક અહેવાલમાં આ શક્યતાઓ વર્ણવી છે. થોડા દિવસો પહેલા અહેવાલ આવ્યા હતા કે કતારે હમાસને તેના પ્રદેશમાંથી હાંકી કાઢવા માટે પગલાં લીધા છે.

કતારે હમાસની હકાલપટ્ટીનો નિર્ણઅમેરિકાના દબાણ બાદ થયો હોવાનું કહેવાય છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, હમાસ દ્વારા યુદ્ધવિરામ સંબંધિત તાજેતરના કરારને નકાર્યા બાદ અમેરિકા કતાર પર સતત દબાણ બનાવી રહ્યું હતું. તદુપરાંત, તુર્કીએ સમગ્ર યુદ્ધ દરમિયાન હમાસ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.

યુરોપિયન યુનિયન અને ઇઝરાયેલ જેવા દેશોની આંતરરાષ્ટ્રીય સહમતિ હોવા છતાં, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને હમાસને આતંકવાદી સંગઠન તરીકે માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો.

Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began

Exit mobile version