Justnownews

મોસ્ટ અવેટેડ જોકર ૨નું ભારતમાં પ્રથમ દિવસે ૫ કરોડથી વધુનું કલેક્શન

જોકર ૨ ભારતમાં રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે પહેલા જ દિવસે 5 કરોડ રૂપિયાનું ઓપનિંગ કલેકશન મેળવ્યું છે.  ‘જોકર’ ફરી એકવાર હોલીવુડ ફિલ્મોના ચાહકો માટે હાજર છે.

અમેરિકન મ્યુઝિકલ સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ જોકરની સિક્વલ જોકર ૨લાંબા સમય બાદ આખરે 2 ઓક્ટોબર, 2024ના રોજ રિલીઝ થઈ. જોકર ૨એ તેની રિલીઝનો પ્રથમ દિવસે ૫ કરોડથી વધુનું કલેકશન મેળવ્યું છે.

ડીસીના કોમિક પાત્ર પર આધારિત જોકર ૨ જોઆક્વિન ફોનિક્સ અને લેડી ગાગા સ્ટારર ફિલ્મ માટે ભારતમાં ભારે ક્રેઝ છે અને તેથી જોકર 2એ ભારતીય બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી છે.  નોંધનીય છે કે 5 વર્ષ પહેલા રિલીઝ થયેલી જોકરે ભારતમાં 5.15 કરોડ રૂપિયા સાથે ખાતું ખોલાવ્યું હતું.

ફિલ્મના નામનો અર્થ પણ તેની વાર્તા સાથે જોડાયેલો છે. ફિલ્મ જોકર 2નું પૂરું નામ જોકર છે: ફોલી એ ડ્યુક્સ, ફોલી એ ડ્યુક્સ શબ્દ એક તબીબી પરિભાષા છે, જેનો સીધો અર્થ એ થાય છે કે બે કે તેથી વધુ લોકોને એક જ માનસિક બીમારી છે. આવી સ્થિતિમાં આર્થર ફ્લેક એટલે કે જોકરઅને તેની ગર્લફ્રેન્ડ હાર્લી ક્વિન (લેડી ગાગા)ને આ બીમારી છે. પ્રેમની સંગીતની દુનિયામાં ખોવાયેલા આ બંને એકસાથે સીને જગતમાં તબાહી મચાવી રહ્યા છે.

Read Also Emergency: Kangana Ranaut’s Pain on Postponing the Release Date, Says – ‘Still Waiting for the Certificate’

Exit mobile version