મેકર્સે લાપતા લેડીઝને ઓસ્કરમાં એન્ટ્રી મળવાની સંભાવના વ્યક્ત કરી
આમિર ખાનની પૂર્વ પત્ની અને ફિલ્મ નિર્માતા કિરણ રાવે હાલમાં જ ઓસ્કારમાં તેમની ફિલ્મ લપતા લેડીઝની એન્ટ્રી અંગે આશા વ્યક્ત કરી છે. તેમજ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનો ધ્વજ લહેરાવનાર પાયલ કાપડિયાએ પણ તેની ફિલ્મ ઓલ વી ઈમેજીન એઝ લાઈટ વિશે પોતાના મંતવ્યો શેર કર્યા છે.
ફિલ્મ નિર્માતા કિરણ રાવે કહ્યું કે, તેમને આશા છે કે તેમની ફિલ્મ ‘લાપતા લેડીઝ‘ને 2025ના એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી માટે ધ્યાનમાં લેવામાં આવશે. કિરણનું લાંબા સમયથી સપનું હતું કે તેની ફિલ્મ ઓસ્કાર સ્ટેજ પર દેશનું પ્રતિનિધિત્વ કરે. રાવે કહ્યું કે ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FFI) ફક્ત શ્રેષ્ઠ ફિલ્મની પસંદગી કરશે. કિરણે કહ્યું કે જો મારી ફિલ્મ ઓસ્કાર જીતશે તો મારું એક સપનું પૂરૂ થશે.
લાપતા લેડીઝ એ ગ્રામીણ ભારતમાં બે દુલ્હનોની હૃદયસ્પર્શી વાર્તા છે. જેઓ ટ્રેનની મુસાફરી દરમિયાન અકસ્માતે એકમેક સાથે બદલાઈ જાય છે. આ ફિલ્મનું નિર્માણ રાવના કિંડલિંગ પ્રોડક્શન્સ અને આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવ્યું છે.
આ વર્ષે માર્ચમાં રિલીઝ થયેલી આ ફિલ્મને વિવેચકો દ્વારા ખૂબ વખાણવામાં આવી હતી, તેમાં રવિ કિશન, છાયા કદમ અને ગીતા અગ્રવાલ શર્મા સાથે નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા અને સ્પર્શ શ્રીવાસ્તવ મુખ્ય ભૂમિકામાં છે.