Justnownews

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા તબક્કાના મતદાનને અપાયો આખરી ઓપ, આવતીકાલ ઉમેદવારોના ભાવિ માટે નિર્ણાયક દિવસ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મંગળવારે મતદાન થવાનું છે. અંતિમ તબક્કામાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલ જમ્મુ અને કાશ્મીરના ચૂંટણી ઉમેદવારોનો ભાવિને નક્કી કરતો નિર્ણાયક દિવસ સાબિત થશે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના ત્રીજા અને અંતિમ તબક્કા માટે આવતીકાલે મંગળવારે મતદાન થવાનું છે. આ તબક્કામાં 40 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. ખાસ કરીને ભાજપ-કોંગ્રેસનું ભવિષ્ય આ તબક્કા પર નિર્ભર છે.

જમ્મુ ક્ષેત્રની મોટાભાગની સીટો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. જમ્મુ, કઠુઆ, સાંબા, ઉધમપુર જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષો ચૂંટણી પ્રચાર દ્વારા આ બેઠકો જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સોમવારે જમ્મુ, કઠુઆ, સાંબા અને ઉધમપુર જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાજકીય પક્ષોના કાર્યકરોને મતદાન મથકો પર મોકલવામાં આવ્યા છે. જમ્મુના સાંબા, કઠુઆ અને જમ્મુ સહિતના સંવેદનશીલ સરહદી જિલ્લાઓમાં આવતીકાલે મહત્વપૂર્ણ મતદાન થશે.

Read Also Congress Promises Free Treatment up to 25 Lakhs and 2000 Rupees for Women in Manifesto

Exit mobile version