જોન અબ્રાહમ હેલ્મેટ બ્રાન્ડ કરશે લોન્ચ, બાઈકર્સ માટે બની રહેશે ખાસ ગેજેટ
બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ એક નવી હેલ્મેટ બ્રાન્ડ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો છે. અભિનેતાએ પોડકાસ્ટ પર વાતચીત દરમિયાન આ માહિતી જાહેર કરી. તેમણે કહ્યું કે હેલ્મેટ ઉત્પાદન વિશે માહિતી મેળવવા માટે તેઓ સ્પેન અને ઈટલીની ઘણી હેલ્મેટ કંપનીઓની મુલાકાત લઈ ચૂક્યા છે.જોન અબ્રાહમે જણાવ્યું હતું કે, હું માત્ર સુંદર હેલ્મેટ ખરીદવાને બદલે સુરક્ષિત હેલ્મેટ ખરીદવાનું પસંદ કરીશ. ઓટોકાર ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, જ્હોન એક બેસ્ટ બાઈકર છે અને તેને તેની હેલ્મેટ ખૂબ જ પસંદ છે.
બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમ સક્રિયપણે પોતાની બ્રાન્ડની મોટરસાઇકલ હેલ્મેટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો છે. અભિનેતાએ ડીપ ડ્રાઇવ પોડકાસ્ટ પર સમાચાર જાહેર કર્યા અને કહ્યું કે તેનું અંતિમ લક્ષ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપવાનું છે. તેણે કહ્યું, “મારો ઈરાદો ખૂબ જ સરળ છે – મારો ઈરાદો સુરક્ષાનો છે.
જોન અબ્રાહમે જણાવ્યું હતું કે, હું માત્ર સુંદર હેલ્મેટ ખરીદવાને બદલે સુરક્ષિત હેલ્મેટ ખરીદવાનું પસંદ કરીશ. ઓટોકાર ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, જ્હોન એક બેસ્ટ બાઈકર છે અને તેને તેની હેલ્મેટ ખૂબ જ પસંદ છે.
જોને કહ્યું કે, મને હેલ્મેટનો ખૂબ શોખ છે અને જે રીતે લોકો કપડાં ખરીદે છે, હું પણ હેલ્મેટ ખરીદું છું. આ માટે તેણે મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવા માટે સ્પેન અને ઇટાલીની કેટલીક ટોચની મોટરસાઇકલ હેલ્મેટ ફેક્ટરીઓની મુલાકાત લીધી છે.