ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (KKFI) અને ઈન્ટરનેશનલ ખો-ખો ફેડરેશન (IKKF) એ જાહેરાત કરી છે કે 2025માં યોજાનાર પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ ભારતમાં યોજાશે.
ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (KKFI) એ ઈન્ટરનેશનલ ખો-ખો ફેડરેશનના સહયોગથી 2025માં ભારતમાં પ્રથમ ખો-ખો વર્લ્ડ કપનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં 6 ખંડોના 24 દેશો ભાગ લેશે. તેમાં 16 પુરૂષો અને 16 મહિલા ટીમો હશે.
પ્રથમવાર યોજાનાર ખો-ખો વર્લ્ડ કપ ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને રમતની સ્પર્ધાત્મક ભાવનાને ઉજાગર કરશે. માટીથી શરૂ થયેલી આ રમત આજે પ્લેટફોર્મ પર રમાય છે. હવે આ રમત વિશ્વના 54 દેશો સુધી પ્રસરી ગઈ છે.
ખો-ખો વર્લ્ડ કપ પહેલા આ રમતને પ્રોત્સાહન આપવા માટે, ભારતીય ખો-ખો ફેડરેશન આ 10 શહેરોની 200 ઉચ્ચ શાળાઓમાં આ રમતની સ્પર્ધા યોજશે. વિશ્વ કપ પહેલા ઓછામાં ઓછા 50 લાખ ખેલાડીઓની નોંધણી કરવાના ઉદ્દેશ્ય સાથે ફેડરેશન શાળાના વિદ્યાર્થીઓ માટે સભ્યપદ અભિયાન પણ ચલાવશે.
ભારતીય ખો-ખો ફેડરેશનના પ્રમુખ સુધાંશુ મિત્તલે આગામી ઈવેન્ટ માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘અમે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપનું આયોજન કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ. આ ટુર્નામેન્ટ માત્ર સ્પર્ધાના ઉદાહરણ તરીકે જ નહીં પરંતુ દેશોને એકસાથે લાવવા, સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા અને વિશ્વને ખો-ખોની સુંદરતા અને તીવ્રતા બતાવવા માટે પણ કામ કરશે. અમારૂ અંતિમ ધ્યેય ૨૦૩૨ સુધીમાં ખો-ખોને ઓલિમ્પિક રમત તરીકે માન્યતા અપાવવાનું છે અને આ વિશ્વ કપ એ સ્વપ્ન તરફનું પ્રથમ પગલું છે.
Read Also Haryana Election 2024: Priyanka Gandhi to Campaign with Vinesh Phogat in Julana