શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ સંસદ ભંગ કરી દીધી છે. તેમણે દેશમાં મધ્યસત્ર ચૂંટણી યોજવાની પણ જાહેરાત કરી છે. શ્રીલંકાની અગાઉની સંસદની રચના ઓગસ્ટ 2020માં કરવામાં આવી હતી. તેમનો કાર્યકાળ 11 મહિના પછી સમાપ્ત થવાનો હતો.
શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ કાર્યકાળ સમાપ્તિના 11 મહિના પહેલા જ સંસદ ભંગ કરી દીધી છે. તેમણે દેશમાં મધ્યસત્ર ચૂંટણી યોજવાની પણ જાહેરાત કરી છે. અનુરા કુમારા દિસાનાયકે સંસદના વિસર્જન અંગેના વિશેષ ગેઝેટ સૂચના પર હસ્તાક્ષર કર્યા છે.
અહી પણ જોવો : australias-winning-streak-broken-england-wins-third-odi
શ્રીલંકામાં મધ્યસત્ર ચૂંટણી 14 નવેમ્બરે યોજાશે. રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ જ દિસાનાયકેએ કહ્યું હતું કે, તેઓ સત્તામાં આવશે ત્યારે સંસદને ભંગ કરશે અને ત્વરિત ચૂંટણીનો આદેશ આપશે. અગાઉની સંસદની રચના ઓગસ્ટ 2020 માં કરવામાં આવી હતી. તે નિર્ધારિત કરતા 11 મહિના પહેલા વિસર્જન કરવામાં આવ્યું છે.