Justnownews

ગુયાના દેશે વડાપ્રધાન મોદીને આપ્યું સર્વોચ્ચ સન્માન ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’, ૫૬ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાને લીધી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુયાના દેશે સર્વોચ્ચ સન્માન ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’ આપ્યું છે. ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલી સાથે નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી. જેમાં બંને દેશોએ હાઈડ્રોકાર્બન, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, ફાર્માસ્યુટિકલ્સ અને સંરક્ષણ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે 10 કરારો પર હસ્તાક્ષર કર્યા. 56 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન આ કેરેબિયન દેશની મુલાકાતે આવ્યા છે.

ગુયાનાની ઐતિહાસિક મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોમનવેલ્થ ઓફ ડોમિનિકાએ તેનું સર્વોચ્ચ સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરએનાયત કર્યું છે. 56 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ગુયાનાની આ પ્રથમ મુલાકાત છે. ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થયા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું, “આ સન્માન માત્ર મારું જ નહીં પરંતુ ભારતના 140 કરોડ લોકોનું છે, તેમના મૂલ્યો અને તેમની પરંપરાઓનું છે. આપણે બંને દેશો લોકશાહી છીએ અને મહિલા સશક્તિકરણ માટે સમગ્ર વિશ્વ માટે રોલ મોડેલ છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલી સાથે વાતચીત કરી હતી. બંને દેશોના નેતાઓની બેઠક બાદ, ભારત અને ગયાનાએ હાઇડ્રોકાર્બન, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, ફાર્માસ્યુટિકલ્સ અને સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે 10 કરારો પર હસ્તાક્ષર કર્યા. પીએમ મોદીએ એક નિવેદનમાં કહ્યું કે ગુયાના ભારતની ઉર્જા સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે લાંબા ગાળાની ભાગીદારી માટે એક માળખું તૈયાર કરવામાં આવશે.

Read Also PM Modi welcomed by Indian community in Brazil with Sanskrit prayers

Exit mobile version