‘થામા’નું ટીઝર શેર કરાયું,’સ્ત્રી 2’ના નિર્માતાઓની નવી ફિલ્મમાં આયુષ્માન ખુરાના બનશે વેમ્પાયર
હવે આયુષ્માન ખુરાનાએ ‘સ્ત્રી’ના હોરર ઝોનરમાં પ્રવેશ કર્યો છે. ‘સ્ત્રી 2’ના મેકર્સે નવી ફિલ્મ ‘થમા’ની જાહેરાત કરી છે. તેમાં રશ્મિકા મંદન્ના, આયુષ્માન ખુરાના, પરેશ રાવલ અને નવાઝુદ્દીન સિદ્દીકી અભિનય કરશે.
‘સ્ત્રી 2‘ના નિર્માતાઓએ થોડા સમય પહેલા નવી ફિલ્મ ‘થામા‘ વિશે ચર્ચા કરી હતી અને હવે ફાઈનલ કાસ્ટ સાથે તેની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે ‘થામા‘ દિનેશ વિજનની હોરર કોમેડી વર્સનો એક ભાગ છે. આ વર્સની અગાઉની તમામ ફિલ્મો – ‘સ્ત્રી‘, ‘સ્ત્રી 2‘, ‘ભેડિયા‘ અને ‘મુંજ્યા‘ સુપરહિટ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ‘મુંજ્યા‘ના દિગ્દર્શક આદિત્ય સરપોતદાર કરશે.
થામા આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદન્ના, પરેશ રાવલ અને નવાઝુદ્દીન સિદ્દીકી અભિનય કરશે. આ ફિલ્મ વર્ષ 2025માં દિવાળી પર રિલીઝ થશે. નિર્માતાઓએ ‘થામા‘નું ટીઝર શેર કર્યું છે અને લખ્યું છે કે, ‘દિનેશ વિજનની હોરર કોમેડી વર્સને એક લવ સ્ટોરીની જરૂર હતી.
વીડિયોમાં આયુષ્માન ખુરાનાનું નામ લોહીથી લખેલું જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં ઘુવડનો ડરામણો અવાજ સંભળાય છે. ફિલ્મમાં આયુષ્માને એક પુરુષ-વેમ્પાયરની ભૂમિકા ભજવી છે, જે લોહી ચૂસે છે. એક દિવસ પહેલા આયુષ્માને વેમ્પાયર ફિલ્ટર લગાવીને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો લુક શેર કર્યો હતો. જેમાં તેના મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું અને આંખોમાં લોહી દેખાતું હતું.
Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving