38°C
November 21, 2024
World

બાંગ્લાદેશમાં ઈસ્કોન ભક્તોને પકડીને મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી અપાઈ, તસ્લીમા નસરીને આપી જાણકારી

  • November 9, 2024
  • 1 min read
બાંગ્લાદેશમાં ઈસ્કોન ભક્તોને પકડીને મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી અપાઈ, તસ્લીમા નસરીને આપી જાણકારી

બાંગ્લાદેશમાં કટ્ટરપંથી ઈસ્લામિક જૂથ હેફાઝત-એ-ઈસ્લામે ઈસ્કોનના સભ્યોને મારી નાખવાની ધમકી આપી છે. હિફાઝત-એ-ઈસ્લામે કહ્યું છે કે જ્યાં પણ તમે ઈસ્કોનના ભક્તોને જુઓ, તેમને પકડીને મારી નાખો. આ દરમિયાન ઈસ્કોને પીએમ મોદીને હિંદુઓને બચાવવા માટે દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે.

bangladesh chaos

બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો બાદ ઓગસ્ટમાં શેખ હસીનાની સરકાર ગઈ ત્યારથી હિન્દુ લઘુમતીઓ પર સતત હુમલાઓ ચાલુ છે. હવે કટ્ટરપંથી ઇસ્લામિક જૂથો ખુલ્લેઆમ હિંદુઓની ધરપકડ કરવા, ત્રાસ આપવા અને તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન હિફાઝત-એ-ઈસ્લામે ખુલ્લેઆમ નારા લગાવ્યા છે – ઈસ્કોન ભક્તને પકડો, પછી તેને મારી નાખો.ભારતમાં નિર્વાસિત જીવન જીવતી બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે.

તસ્લીમા નસરીને લખ્યું, ‘ચિટગાંવ સ્થિત જૂથ હિફાઝત-એ-ઈસ્લામે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી છે. હિફાઝત-એ-ઈસ્લામે આતંકવાદની વાત કરી છે. તેઓ ઇસ્કોનના સભ્યોને મારવા માંગે છે. શું ઈસ્કોન આતંકવાદી સંગઠન છે કે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ?’

તસ્લીમાએ આગળ લખ્યું, ‘શું ઈસ્કોનના સભ્યોએ હરે કૃષ્ણ, હરે રામના નારા લગાવતા ક્યારેય કોઈની હત્યા કરી છે? બીજી તરફ ઈસ્લામિક આતંકવાદીઓ લોકોને મારતી વખતે અલ્લાહુ અકબરના નારા લગાવે છે. તેમણે કહ્યું કે ઇસ્કોન વિશ્વના ઘણા દેશોમાં હાજર છે અને તેને બાંગ્લાદેશમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવી સમસ્યાઓનો સામનો અન્ય દેશમાં કરવો પડતો નથી.

Read Also Iran Israel Crisis: Iran Responds to Missile Strikes on Israel

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *