સ્પેસમાં પોતાના ઘટેલા વજન પર સુનિતા વિલિયમ્સનું નિવેદન, મને લાગે છે કે મારા શરીરમાં થોડો ફેરફાર થયો છે…
છેલ્લા પાંચ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેતી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની તસવીરો સામે આવી ત્યારે તે પહેલા કરતા ઘણી નબળી અને પાતળી દેખાતી હતી. આ તસવીરો આવ્યા બાદ અંતરિક્ષમાં તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ થવા લાગી હતી. જો કે સુનિતા વિલિયમ્સે પોતાના સ્વાસ્થ્ય અંગે કહ્યું છે કે, મને લાગે છે કે મારા શરીરમાં થોડો ફેરફાર થયો છે.
ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર વજન ઘટવાના અહેવાલો પર પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. સુનિતા વિલિયમ્સના વજન વિશે ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તેના નબળા સ્વરૂપની તસવીરો સામે આવી. આ તસવીરોમાં તે પહેલા કરતા ઘણી નબળી અને પાતળી દેખાઈ રહી હતી, ત્યારબાદ તેના ઝડપી વજન ઘટવાની ચિંતા વધી ગઈ હતી. હવે નાસાના અવકાશયાત્રીએ પહેલીવાર આ સમાચારો અંગે પોતાનું મૌન તોડ્યું છે.
વજન ઘટાડવાની ચિંતાઓ વચ્ચે, સુનિતા વિલિયમ્સે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે મારા શરીરમાં થોડો ફેરફાર થયો છે, પરંતુ સુનિતા વિલિયમ્સ 8 દિવસના મિશન પર ગઈ હતી આ વર્ષે જૂનમાં તે અવકાશમાં ગઈ હતી, પરંતુ 150 દિવસ વીતી ગયા છતાં તે પરત ફરી શકી નથી.
વિલિયમ્સે કહ્યું, ‘અહીં (સ્પેસ સ્ટેશન પર) ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે. મને લાગે છે કે કેટલીક હું વજન ગુમાવી રહી છું. વિલિયમ્સ અને તેના સાથી અવકાશયાત્રી બેરી (બુચ) વિલ્મોર લગભગ પાંચ મહિનાથી ISS પર છે. બંનેએ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં 5 જૂને તેમની પ્રથમ ક્રૂ ફ્લાઇટ માટે ઉડાન ભરી હતી. તેઓ 6 જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ સ્ટારલાઇનમાં હિલીયમ લીક અને થ્રસ્ટરની ખામીઓ મળી આવ્યા બાદ તેમનું પરત ફરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. 6 સપ્ટેમ્બરના રોજ, સ્ટારલાઈનરને ક્રૂ વિના પૃથ્વી પર પાછું લાવવામાં આવ્યું હતું.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began