અવકાશમાં વજન ઘટવાની સમસ્યા બાદ ખોરાકની અછતનો સામનો કરી રહ્યા છે સુનિતા વિલિયમ્સ
સુનિતા વિલિયમ્સ તેના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે ૫ મહિનાથી વધુ સમયથી અવકાશમાં છે. અપેક્ષા કરતા વધુ સમય સુધી ચાલેલા મિશનને કારણે તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેમાં વજન ઘટવા બાદ હવે ખાદ્ય પદાર્થોની કટોકટી સામે આવી છે.
નાસાના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલમોરે તેમના અવકાશયાનમાં ખામીને કારણે લાંબા સમય સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં રહેવું પડી રહ્યું છે. બંને લગભગ ૫ મહિનાથી ISSમાં છે, તેથી તેમની સામે અનેક પ્રકારના પડકારો આવી રહ્યા છે.
અવકાશયાત્રીઓ અવકાશમાં પિઝા, રોસ્ટ ચિકન, ઝીંગા કોકટેલ અને ટુના જેવી વાનગીઓ ખાય છે, પરંતુ તાજેતરના દિવસોમાં નાસાની સ્પેસ ફૂડ સિસ્ટમ્સ લેબોરેટરીમાં બનાવવામાં આવતા તાજા ખોરાકની સપ્લાયમાં ઘટાડો થયો છે. જેના કારણે સુનીતા અને બૂચને ખોરાકની કટોકટીનો સામનો કરવો પડી શકે છે.
આ બાબત ચિંતાજનક છે કારણ કે વિલિયમ્સના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્ટારલાઇનર મિશન સાથે સંકળાયેલા એક નિષ્ણાતે ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું કે ISS દર ત્રણ મહિનામાં માત્ર એક જ વાર તાજા ખોરાકનો પુરવઠો મેળવે છે. જો કે, તાજા ખોરાકની મર્યાદિત માત્રા હોવા છતાં, નિષ્ણાતે ખાતરી આપી કે વિલિયમ્સ અને વિલ્મોરનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી.
નાસાના એક કર્મચારીએ તાજેતરમાં જણાવ્યું હતું કે સુનીતાના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે હાડપિંજર બની રહી છે. તેથી, તેમને તેમના વજનને સ્થિર કરવા અને વિસ્તરણ કરવામાં મદદ કરવી એ અમારી પ્રાથમિકતા છે. તેણે કહ્યું હતું કે સુનીતાને તેના વર્તમાન વજનને જાળવવા માટે દરરોજ લગભગ 3,500 થી 4,000 કેલરીની જરૂર પડે છે.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર લગભગ પાંચ મહિનાથી અવકાશમાં છે. તેણીએ જણાવ્યું કે તેણી પાસે સાયકલ, ટ્રેડમિલ અને અન્ય કસરતનાં સાધનો છે જે તેણી તેના સ્વાસ્થ્યને જાળવવા માટે વાપરી રહી છે. સુનિતા અને બૂચ આવતા વર્ષે પૃથ્વી પર પાછા ફરે તેવી અપેક્ષા છે. નાસા આ દિશામાં પ્રયાસો કરી રહ્યું છે.
Read Also PM Modi welcomed by Indian community in Brazil with Sanskrit prayers