અવકાશમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી
અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને તેમની બોઇંગ સ્ટારલાઇનર કેપ્સ્યુલ અવકાશમાંથી પરત લાવ્યાં વિના પાછુ ફર્યુ છે. હવે અવકાશમાં ફસાયેલ અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હજૂ અમુક મહિના તેમણે અવકાશમાં રહેવું પડશે.
અવકાશમાં અટવાયેલા અવકાશયાત્રીઓ બૂચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર તેમના રોકાણમાં થયેલા વધારામાં કેવા કેવા પડકારો આવશે તેની ચર્ચા કરી છે. તેમનું મિશન મૂળ ૮ દિવસ માટેનું હતું. જે હવે કેપ્સ્યુલની સમસ્યાઓને કારણે ૮ મહિનાથી વધુ ચાલશે.
અવકાશયાત્રીઓએ જણાવ્યું હતું કે, બોઇંગ સ્ટારલાઇનર કેપ્સ્યુલ તેમને જૂનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઇ ગઇ હતી. હવે તેમનું આઠ દિવસનું મિશન હવે આઠ મહિનાથી વધુ ચાલશે તેવી અપેક્ષા છે. વિલ્મોર અને વિલિયમ્સ સંપૂર્ણ સુવિધાયુક્ત સ્ટેશનના ક્રૂ સભ્યો છે, જે નિયમિત જાળવણી અને પ્રયોગો પર ધ્યાન આપે છે.
સુનિતા વિલિયમ્સે કહ્યું કે, સ્ટારલાઇનરના પ્રથમ ટેસ્ટ પાઇલોટ તરીકે તેઓ લગભગ એક વર્ષ સુધી ત્યાં હાજર રહેવાની ક્યારેય અપેક્ષા રાખતા ન હતા, તેઓ જાણતા હતા કે એવી સમસ્યાઓ હોઈ શકે છે જે તેમના પરત ફરવામાં વિલંબ કરી શકે છે.
હવે ઉકેલ એવો લાવવામાં આવ્યો છે કે ૨ વધુ અવકાશયાત્રીઓ આ મહિનાના અંતમાં SpaceX પર ઉડાન ભરશે જેમાં રિટર્ન લેગ માટે વિલ્મોર અને વિલિયમ્સ માટે બે કેપ્સ્યુલ સીટો ખાલી રાખવામાં આવશે.