Site icon Justnownews

તુર્કીની સરકારી ડીફેન્સ કંપની પર આત્મઘાતી હુમલો, ૩ના મોત

હવે તુર્કીમાં મોટો આતંકી હુમલો થયો છે. આ આત્મઘાતી હુમલો તુર્કીના સરકારી એરોસ્પેસ ઉદ્યોગના મુખ્ય મથક પર થયો હતો. આ હુમલામાં ૩ લોકોના મોત થયા હોવાની પુષ્ટી તુર્કીના મંત્રીએ કરી છે.

તુર્કીની રાજ્ય સંરક્ષણ કંપની તુર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (TUSAS)ના સીઇઓ પર જીવલેણ હુમલો થયો છે. તુર્કીના મીડિયાએ અંકારામાં મુખ્યાલયમાં જોરદાર વિસ્ફોટની જાણ કરી છે. તુર્કીના મીડિયાએ ઘટનાસ્થળે થયેલા ફાયરિંગના ફૂટેજ બતાવ્યા. આ એક આતંકવાદી હુમલો છે, જેમાં લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તુર્કીના મંત્રીએ કહ્યું છે કે હુમલામાં 3 લોકોના મોત થયા છે અને 14 લોકો ઘાયલ થયા છે. તુર્કીના ગૃહમંત્રી અલી યેર્લિકાયાએ આ અંગે માહિતી આપી છે.

તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ ટ્વિટર પર લખ્યું, ‘અંકારાના કહરામનાકજાનમાં TUSAS સુવિધા પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો. વિસ્ફોટ અને ત્યારબાદ ફાયરિંગનું કારણ સ્પષ્ટ નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આત્મઘાતી હુમલો થયો હતો. તુર્કીની રાજ્ય મીડિયા અનાદોલુ એજન્સીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ઈમરજન્સી સેવાઓ રવાના કરવામાં આવી હતી.

સ્થાનિક મીડિયાના વીડિયોમાં ધુમાડાના ગોટેગોટા અને સળગતી આગના ફૂટેજ જોવા મળ્યા હતા. ન્યૂઝ એજન્સી એએફપીએ હેબર્ટર્ક ટીવીને ટાંકીને કહ્યું કે કેટલાક લોકોને બંધક પણ બનાવવામાં આવ્યા છે. આ સિવાય કોઈ વધારાની માહિતી આપવામાં આવી નથી. જ્યારે એક ખાનગી ચેનલે બ્લાસ્ટ બાદ ફાયરિંગનો ઉલ્લેખ કર્યો છે. TUSAS એ તુર્કીની સૌથી મહત્વપૂર્ણ સંરક્ષણ અને ઉડ્ડયન કંપનીઓમાંની એક છે. તે KAANનું ઉત્પાદન કરે છે, જે દેશનું પ્રથમ રાષ્ટ્રીય લડાયક એરક્રાફ્ટ છે.

Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him

Exit mobile version