Justnownews

શ્રીલંકાના નવા રાષ્ટ્રપ્રમુખ ભારત વિરોધી નિર્ણય લઈ શકે છે, ચીનને ખુશ કરતા નિર્ણય વિશે જાણો વિગતવાર

શ્રીલંકાના નવા રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકેએ ચાર્જ સંભાળી લીધો છે. જો કે શ્રીલંકાના નાગરિકોને આશંકા છે કે બહુ ચર્ચીત એવા ૧૩મા સુધારા પર નવા રાષ્ટ્રપ્રમુખ ભારત વિરોધી નિર્ણય લઈ શકે છે.

શ્રીલંકાના નવા રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકેએ 21 સપ્ટેમ્બરે યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના નજીકના હરીફ સાજીથ પ્રેમદાસાને લગભગ 13 લાખ મતોથી હરાવી દીધા છે. ભારત કોલંબો પર 13મો સુધારો લાગુ કરવા દબાણ કરી રહ્યું છે. જેનો અનુરા કુમારા દિસાનાયકે વિરોધ કરી ચીન તરફી નિર્ણય લઈ શકે છે.  

શ્રીલંકાના ઉત્તરી અને પૂર્વીય પ્રાંતોમાં તમિલની મોટી વસ્તી છે. હવે શ્રીલંકામાં તમિલોને ચિંતા છે કે દિસનાયકે 13મો સુધારો રદ કરી શકે છે. ડાબેરી નેતા અનુરા જનતા વિમુક્તિ પેરામુના (JVP)ના વડા છે. તેમનો પક્ષ ભારતના વિરોધ અને ચીન પ્રત્યે સહાનુભૂતિ માટે જાણીતો છે. આવી સ્થિતિમાં અનુરાના હાથમાં શ્રીલંકામાં સત્તા આવવી એ ભારતીય હિત માટે યોગ્ય નથી.

ફર્સ્ટપોસ્ટના અહેવાલ અનુસાર દિસાનાયકે શ્રીલંકામાં બેઇજિંગની તરફેણ માટે પણ જાણીતા છે. શ્રીલંકાએ તેનું વ્યૂહાત્મક હમ્બનટોટા બંદર બેઇજિંગને 99 વર્ષની લીઝ પર સોંપ્યું છે.

Exit mobile version