ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિને મળ્યા છે. આ બેઠક ભારતને ફળી છે. શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ બાંહેધરી આપી છે કે તેઓ શ્રીલંકાની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ થવા દેશે નહીં.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું છે કે શ્રીલંકાની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ થવા દેવામાં આવશે નહીં.
નવી સરકારની રચના બાદ ડૉ.જયશંકર શ્રીલંકા પહોંચનારા પહેલા વિદેશ મંત્રી બન્યા છે. શ્રીલંકાએ આપેલ બાંહેધરી બાદ ભારતે પણ શ્રીલંકાને તેની અર્થવ્યવસ્થાના પુનઃનિર્માણ માટે સમર્થનની ખાતરી આપી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન, પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકેએ જણાવ્યું હતું કે સમૃદ્ધ શ્રીલંકાના તેમના સ્વપ્નને સાકાર કરવા અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ભારતનું આર્થિક સમર્થન મહત્વપૂર્ણ છે. તેમજ શ્રીલંકાની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ થવા દેવામાં આવશે નહીં.
Read Also Iran Israel Crisis: Iran Responds to Missile Strikes on Israel