ગુજરાતમાં નવરાત્રિ પર્વમાં હવે માત્ર ૧૨ વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે તેવી કોઈ મર્યાદા લાગુ પડશે નહીં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ખેલૈયાઓ જેટલાં વાગ્યા સુધી ઈચ્છે ગરબા રમી શકશે.
ગુજરાતની નવરાત્રિ હવે વિશ્વ વ્યાપી બની છે. આખુ વર્ષ ખેલૈયાઓ આ નૃત્યપર્વની રાહ જોતા હોય છે. હવે સરકારે ખેલૈયાઓના હિતમાં મોડે સુધી ગરબા રમી શકાશે તેવો નિર્ણય લીધો છે. આ સમાચારથી ખેલૈયાઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ તહેવારની ઉજવણી કરનારા લોકો છે. નવરાત્રિ ખુશીની ઉજવણીનો તહેવાર છે. લોકો એકબીજાને મળે છે, માતા અંબાની ભક્તિ કરે છે. આ ભક્તિ આ વર્ષે પણ એટલાં જ ઉત્સાહ અને આનંદ સાથે થશે.
ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, સવારે પાંચ વાગ્યા સુધી ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા રમી શકશે. ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા નહીં રમે તો ક્યાં રમશે? જોકે, હવે તો આખીય દુનિયામાં ગુજરાતીઓ ગરબે ઘૂમી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં તો નવરાત્રિની ઉજવણી ધૂમધામથી જ થાય ને.
Read Also The Rise of Pradum Shukla (PRXDUM): India’s Newest Music Sensation