સિંઘમ અગેનને સેન્સર બોર્ડે પાસ કરી પણ ૧૦ જેટલા સીન પર કાતર ફેરવી
સેન્સર બોર્ડે રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેન’ને U/A સર્ટિફિકેટ આપ્યું છે, પરંતુ ઘણા સીન ડિલીટ કરવાની સાથે તેમાં 10 મોટા ફેરફારો પણ કર્યા છે. સિમ્બાના ફ્લર્ટિંગ સીનને ફિલ્મમાંથી કટ કરવામાં આવ્યો છે. રાવણ અને સીતાના સીન સાથે રામ અને સિંઘમના સીન પણ હટાવાયાની વાતો વહેતી થઈ છે.
અજય દેવગન અને રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન‘ દિવાળીના અવસર પર 1 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. સેન્સર બોર્ડે પણ ‘સિંઘમ અગેન‘ને મંજૂરી આપી દીધી છે, પરંતુ તેમાં કેટલાક ફેરફારો પણ કર્યા છે અને કેટલાક દ્રશ્યો પણ હટાવ્યા છે. બોક્સ ઓફિસ પર તેની ટક્કર કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 3‘ સાથે થશે.
‘બોલીવુડ હંગામા‘ના અહેવાલ અનુસાર સેન્સર બોર્ડ (CBFC) એ સિંઘમ અગેનને U/A સર્ટિફિકેટ આપ્યું છે, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ દ્રશ્યો બદલવામાં આવ્યા છે. ફિલ્મમાંથી 7 મિનિટ 12 સેકન્ડનો વીડિયો હટાવી દેવામાં આવ્યો છે.
‘સિંઘમ અગેન‘ રોહિત શેટ્ટીની સિંઘમ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. તેમાં અજય દેવગન, રણવીર સિંહ, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, જેકી શ્રોફ, દયાનંદ શેટ્ટી, અશ્વિની કાલસેકર, દીપિકા પાદુકોણ, કરીના કપૂર ખાન અને અર્જુન કપૂર છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ છે, જે ચુલબુલ પાંડે તરીકે કેમિયો કરશે.
Read Also Is Bachchan Family Ignoring Aishwarya Rai Bachchan? Simi Garewal Reacts