38°C
November 23, 2024
Entertainment

‘સિંઘમ અગેન’ ફિલ્મે રિલીઝ પહેલા જ રેકોર્ડ બનાવ્યો, 24 કલાકમાં સૌથી વધુ જોવાયેલી હિન્દી ફિલ્મનું ટ્રેલર બન્યું

  • October 9, 2024
  • 1 min read
‘સિંઘમ અગેન’ ફિલ્મે રિલીઝ પહેલા જ રેકોર્ડ બનાવ્યો, 24 કલાકમાં સૌથી વધુ જોવાયેલી હિન્દી ફિલ્મનું ટ્રેલર બન્યું

રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેઇન’એ દિવાળી પહેલા જ ધૂમ મચાવી દીધી છે. દમદાર ટ્રેલરને દર્શકો અને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેના કારણે ફિલ્મે તેની રિલીઝ પહેલા રેકોર્ડ બનાવી લીધો છે.

રોહિત શેટ્ટીની મચઅવેટેડ ફિલ્મ ‘સિંઘમ અગેન’ની રિલીઝને લઈને ચાહકોની ઉત્તેજના ચરમસીમા પર છે. આ ફિલ્મના ટ્રેલરને માત્ર 24 કલાકમાં 138 મિલિયન વ્યૂઝ મળ્યા છે. જેણે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિ ‘સિંઘમ અગેઇન’ને ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલા ટ્રેલરને લીધે મળી છે.

રોહિત શેટ્ટીએ આ ખાસ સિદ્ધિ પોતાના ફેન્સ સાથે શેર કરી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર સિંઘમ અગેઈનનું નવું પોસ્ટર શેર કરતી વખતે તેણે દરેકનો આભાર વ્યક્ત કર્યો છે અને લોકોને ફિલ્મ જોવા માટે થિયેટરમાં જવાની અપીલ કરી છે. રોહિત શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું છે, ‘તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. 1લી નવેમ્બરે સિનેમામાં મળીશું.

ફિલ્મના મુખ્ય અભિનેતા અજય દેવગણે પણ સિંઘમ અગેઇનનું પોસ્ટર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, કહ્યું હતું ને, ઈતિહાસનું પુનરાવર્તન થવાનું છે. સિંઘમ અગેઇને ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે.

ટ્રેલરમાં કલયુગની રામાયણ અને મરાઠા સામ્રાજ્યનું સંયોજન જબરદસ્ત રીતે જોવા મળે છે. ટ્રેલરમાં અજય દેવગન જહાં રામનું અને કરીના કપૂર આધુનિક સીતા (આનવી)નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.  ટાઈગર શ્રોફ લક્ષ્મણ અને રણવીર સિંહ બજરંગબલીને રજૂ કરી રહ્યા છે. દીપિકા પાદુકોણ ‘લેડી સિંઘમ’ના અવતારમાં જોવા મળી છે. ટ્રેલર દેશભક્તિ અને તીવ્ર ડ્રામાથી ભરેલું છે.

Read Also Gadar 2 is being released again in theatres, but it is more special than before, Sunny Deol’s film has earned 690 crores for the first time

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *