દિવાળીના અવસર પર રિલીઝ થઈ રહેલી ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલ ભુલૈયા 3’ની બમ્પર ક્લેશ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરવા જઈ રહી છે. ‘સિંઘમ અગેઇન’ માટે એડવાન્સ બુકિંગ પણ બુધવાર સવારથી તમામ સ્ક્રીન પર થઈ રહ્યું છે. તેના પ્રી-બુકિંગની ઝડપ આશ્ચર્યજનક છે, જે બે દિવસ પહેલા શરૂ થયેલા ‘ભૂલ ભુલૈયા 3’ના એડવાન્સ બુકિંગને વટાવી દીધું છે.
આવતીકાલે રિલીઝ થઈ રહેલ સિંઘમ અગેઈનનું એડવાન્સ બુકિંગ રોકેટની જેમ ઉછળ્યું છે. આ આંકડા કહી રહ્યા છે કે ભુલ ભુલૈયા ૩ કરતા પ્રેક્ષકો સિંઘમ અગેઈન માટે વધુ ઉત્સુક છે. ‘સિંઘમ અગેન‘ અને ‘ભૂલ ભૂલૈયા 3‘ વચ્ચેનો સ્ક્રીન વિવાદ આખરે ઉકેલાઈ ગયો છે. વર્ષ 2024ની આ સૌથી મોટી બોક્સ ઓફિસ ક્લેશ માટે એડવાન્સ બુકિંગ બુધવાર સવારથી પૂરજોશમાં શરૂ થઈ ગયું છે.
બંને ફિલ્મો દિવાળીના અવસર પર 1 નવેમ્બર, શુક્રવારે રિલીઝ થઈ રહી છે. જોકે, કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 3‘ની ટિકિટનું એડવાન્સ બુકિંગ સોમવારથી જ શરૂ થઈ ગયું હતું. પરંતુ રસપ્રદ વાત એ છે કે અજય દેવગન સ્ટારર ‘સિંઘમ અગેન‘નું પ્રી-સેલ્સ બુધવારે સવારે શરૂ થયું ત્યારથી તે રોકેટ જેવી ગતિએ ચાલી રહ્યું છે. રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગમાં ‘સિંઘમ અગેઇન‘ રેસ જીતી ગઈ છે.
બંને ફિલ્મોના નિર્માતા દિવાળી જેવા મોટા અવસર પર ફાયદો ઉઠાવવા માંગે છે. તેથી બંને વચ્ચે સ્ક્રીન કાઉન્ટને લઈને ઝઘડો લાંબા સમય સુધી ચાલ્યો. જેના કારણે એડવાન્સ બુકિંગ પણ મોડું શરૂ થયું હતું. પરંતુ હવે જ્યારે બુકિંગ સંપૂર્ણ રીતે શરૂ થઈ ગયું છે, ત્યારે એવું લાગે છે કે બંને ફિલ્મો ઓપનિંગ ડે પર દેશમાં ઓછામાં ઓછા 60-70 કરોડ રૂપિયાનો કુલ બિઝનેસ લાવશે.
Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving