Justnownews

શ્રદ્ધા કપૂરે પોતાની ગર્લ ગેંગ સાથે સ્ત્રી-૨ની સફળતા ઉજવી

૬૦૦ કરોડથી વધુ કમાણી કરનાર સ્ત્રી-૨ ફિલ્મની મુખ્ય નાયિકા શ્રદ્ધા કપૂરે આ ફિલ્મની સફળતાની ઉજવણી પોતાની બહેનપણીઓ સાથે કરી છે. તેણે આ ફિલ્મની ઉજવણીની મહેફિલમાં માત્ર છોકરીઓને જ આમંત્રણ આપ્યું હતું. શ્રદ્ધા કપૂરે એક પણ બોય વિના આ સક્સેસ પાર્ટી ઉજવતા આ ઘટના સોશિયલ મીડિયામાં બઝ થઈ રહી છે.

શ્રદ્ધા કપૂર તેની ગર્લ ગેંગ સાથે તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સ્ત્રી 2ની સફળતાની ઉજવણી કરી રહી છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી છે જેના પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

સ્ત્રી-૨ ફિલ્મને 36 દિવસમાં રૂ. 600 કરોડની કમાણી સાથે બ્લોકબસ્ટર જાહેર કરવામાં આવી છે. આ સકસેસને ઉજવવા માટે શ્રદ્ધા કપૂરે ગર્લ્સ નાઈટ આઉટ જેવી મજા માણી હતી. ઉજવણીમાં ગર્લ ગેન્ગે ખૂબ જ મસ્તી કરી હતી.

શ્રદ્ધાએ તેના જૂના મિત્રો શ્રદ્ધા નાઈક, મહેક નાયર, નમ્રતા અને નિકિતા મેનન સાથે મળીને એક સુંદર કેક કાપી હતી. આ પાર્ટીની પોસ્ટ શેર કરતી વખતે, શ્રદ્ધાએ કેપ્શન લખ્યું – ઉત્સવનું વાતાવરણ, મારા જીવનની સૌથી પ્રેરણાદાયક અને અદ્ભુત મહિલાઓ સાથે, મારી મેજિક ગર્લ્સ.

શ્રદ્ધા કપૂરના ઘણા ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં જઈને તેની સિદ્ધિની પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું, ‘તમારી સફળતાનો અર્થ મારા માટે, આપણા બધા માટે ઘણો છે. એકે લખ્યું- તમને સફળ થતા જોઈને ખૂબ આનંદ થયો. એકે ટિપ્પણી કરી – તે એક સ્ત્રી છે, તે કંઈપણ કરી શકે છે.

Exit mobile version