Justnownews

શિવસેનાના સાંસદ સંજય રાઉતને માનહાનિ કેસમાં 15 દિવસની જેલ, 25 હજારનો દંડ ફટકારાયો

મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટે ગુરુવારે શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતને ભાજપના નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે રાઉતને 15 દિવસની જેલની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે સંજય રાઉત પર 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે ભાજપના કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા અને તેમની NGO વિશે એક લેખ લખ્યો હતો. ત્યારબાદ આ વિવાદ વકર્યો હતો. મુંબઈની એક કોલેજમાં પ્રોફેસર મેધા સોમૈયાએ સંજય રાઉત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાઉતે તેમના પર અને તેમની એનજીઓ યુવા પ્રતિષ્ઠાન પર કરોડોના શૌચાલય કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.

શિવસેનાના મુખપત્ર સામનામાં સંજય રાઉતે 12 એપ્રિલ 2022ના રોજ કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા પર એક લેખ લખ્યો હતો. આ લેખમાં તેણે લખ્યું છે કે મેધા સોમૈયાએ પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને મીરા-ભાઈંદર વિસ્તારમાં 16 શૌચાલય બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. જેમાં મેધાએ 3 કરોડ 90 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. આ લેખ પ્રકાશિત થયા બાદ ઘણો વિવાદ થયો હતો.

આ લેખ જોઈને મેધા સોમૈયાએ કહ્યું કે મારી ઈમેજ કલંકિત થઈ છે અને મને ઘણી માનસિક પીડાનો સામનો કરવો પડ્યો છે. મારા મિત્રો, સગા-સંબંધીઓ મારી સામે શંકાની નજરે જુએ છે. લોકો મને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછે છે. મારા સન્માનને ઠેસ પહોંચી છે.મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટે ગુરુવારે શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતને ભાજપના નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે રાઉતને 15 દિવસની જેલની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે સંજય રાઉત પર 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

Read Also Atishi Takes Over as Delhi CM, Keeps a Big Chair for Arvind Kejriwal

Exit mobile version